ભેંસાણનાં ખેડૂતો મરચાનું વાવેતર કરી રહ્યાં છે. ઓર્ગોનીક પધ્ધતીથી ખેતી કરી રહ્યાં છે. એક વીઘામાંથી 25 મણ મરચાનું ઉત્પાદન થયું છે. મણનાં 4300 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. કુલ રૂપિયા 2.78 લાખની આવક થઇ છે.
Ashish Parmar, Junagadh: ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે અને આ તાત દ્વારા પુરા જગતને ધાનરૂપી પોષણ પૂરું પાડવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખેડૂતે બધાથી અલગ ખેતી કરી લાખોની કમાણી કરી છે.
ચાર વીઘામાં 100 મણનો ઉતારો થયો
ખેડૂત દ્વારા ચાર વિઘામાં મરચીનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે એક વીઘામાં 25 મણ જેવો મબલખ ઉતારો મળ્યો છે. આ રીતે કુલ ચાર વીઘામાં મરચીના પાકનું વાવેતર કર્યું છે. હાલ જીતુભાઈ દ્વારા 37 મણ મરચીનું વેચાણ કરી દેવામાં આવ્યું છે. જેમાં તેમને એક મણના 4300 ભાવ મળ્યો છે. એટલે આવનારા દિવસોમાં હજુ 28 મણ મરચીનું વેચાણ કરશે. ત્યારે જો આ જ ભાવ રહ્યો તો તેમને કુલ રૂપિયા 2.79 લાખની આવક મળી રહેશે.
કઈ રીતે મળી પ્રેરણા
વર્ષો પહેલા જીતુભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા, ત્યારે તેમણે જોયું કે ખેડૂતો ખૂબ ઓછા પ્રમાણમાં મરચીનું વાવેતર કરે છે અને તેમને ખૂબ જ સારો ભાવ મળે છે. જેથી માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવેલા ખેડૂતો પાસેથી પણ તેમને માહિતી લીધી હતી અને છેલ્લા ચાર વર્ષથી જીતુભાઈ મરચીના પાકનું વાવેતર કરી રહ્યા છે.
આ વર્ષે તેમને ચાર વીઘામાં વાવેતર કર્યું છે અને ખૂબ સારો ફાલ રહ્યો છે. વળતર પણ સારું એવું મળ્યું છે, જેથી તેમણે નક્કી કર્યું છે કે, આવતા વર્ષે તેઓ કુલ આઠ વીઘામાં મરચીના પાકનું વાવેતર કરશે.
બીજા પાક કરતાં સારું વળતર મળે
જીતુભાઈએ જણાવ્યું હતું કે, હું પહેલા લસણ ડુંગળી તથા ઘઉં જેવા પાકોનું વાવેતર કરતો હતો. પરંતુ આ પાકોમાં સારું વળતર મળતું હોવાથી હવે અમે આ પાકનું વાવેતર શરૂ કર્યું છે, જેમાં મરચીનું વાવેતર હું છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો છું અને મને તેમાં ખૂબ સારો નફો પણ મળતો આવ્યો છે. જેથી હવે આવનારા દિવસોમાં વધુ સારું વાવેતર કરી અને સારું વળતર મેળવી શકીશ.
સંપૂર્ણપણે ઓર્ગેનિક વાવેતર
જીતુભાઈએ જણાવ્યું હતું કે, સંપૂર્ણપણે ઓર્ગેનિકથી વાવેતર કર્યું છે. દવાનો ઉપયોગ કર્યા વગર દર 8 દિવસે ગૌમુત્ર, છાશ અને છાણનો છંટકાવ કર્યો છે. જેથી સારું એવું વળતર મળ્યું છે. જો ઓર્ગેનિક ખેતી કરો તો પ્રથમ વર્ષે કદાચ ઓછું ઉત્પાદન મળે. પરંતુ બીજા વર્ષથી ખૂબ સારું ઉત્પાદન મળશે. ઓર્ગેનિકથી પાક સારો થાય છે અને વાવેતર કરવામાં આવેલા પાકનું ઉત્પાદન પણ મબલક પ્રમાણમાં મળી રહે છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો,આ રહ્યું અમારું મેઇલ આઇડી : ashish.parmar@news18.in, મો. : 7048367314.જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર