જૂનાગઢ નજીકનાં વડાલ ગામનાં હિતેશભાઇ દોમડીયા છેલ્લા નવ વર્ષથી ગાય આધારીત ખેતી કરી રહ્યાં છે. હાલ કેળની ખેતી કરી છે. તેમાં નવી પધ્ધતી વિકસાવી છે. કેળની બાજુમાં બીજી કેળનું વાવેતર કરે છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢનાં વડાલમાં હિતેશભાઈ દોમડીયા છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. તેમને વારસામાં ખેતીનું વ્યવસાય મળ્યો ત્યારે તેમણે સૌપ્રથમ રાસાયણિક ખેતીથી જ શરૂઆત કરી હતી. પરંતુ રાસાયણિક ખેતીમાં તેમને વધારે ખોટ જતી હતી. જેથી તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.
6 વીઘામાં કર્યું કેળનું વાવેતર
હિતેશભાઈએ 6 વીઘામાં કેળનું વાવેતર કર્યુ છે.કેળના વાવેતરની અલગ પદ્ધતિ તેમની ઓળખ બની છે. સામાન્ય રીતે કેળમાં કેળા આવ્યા બાદ કેળમાં સુકારો આવતો હોય છે. પરંતુ હિતેશભાઇએ કેળની બાજુમાં કેળનું વાવેતર કર્યું છે. જેના કારણે ખેતર ખાલી રહેતું નથી અને કેળાનાં ઉત્પાદનનું ચક્ર ફરતું રહે છે.
9 વર્ષથી કરે છે પ્રાકૃતિક ખેતી
હિતેશભાઈ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. જેની પહેલા તેઓ પણ રાસાયણિક ખેતી સાથે જ જોડાયેલા હતા. ત્યારબાદ તેઓને પોતાના ખેતીના બિઝનેસમાં વધારે ખોટ ગઈ હતી. જેથી તેમણે પ્રાકૃતિક ખેતી કરવાનું નક્કી કર્યું હતું. તેમણે ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કર્યું. આજે તેમને સારા વળતર સાથે ઉત્પાદન મળી રહ્યું છે.
હાલમાં કરે છે ગાય આધારિત ખેતી
હિતેશભાઈ છેલ્લા નવ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે. જેમાં તેમની પાસે હાલમાં 10 ગાય છે આ 10 ગાયનો નિભાવની સાથે સાથે તેના છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. હિતેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓ 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ , 10 કિલો ગૌમુત્ર, તેની સાથે કોઈપણ વડની નીચેની માટી , એક કિલો ગોળ બેરલમાં નાખી અને તેનું જીવામૃત બનાવે છે.
જીવામૃતથી બેક્ટેરિયા અને અળસિયા થી ફાયદો
આ જીવામૃત બનાવી તેઓ બીજામૃતને પટ મારી અને બીજ વાવવા માટે આચ્છાદન કરી અને મલચીંગ કરે છે. જેથી જમીનમાં બેક્ટેરિયા અને અળસિયા બને છે અને તેનાથી જમીનમાં ખૂબ સારો ફાયદો મળી રહે છે. ગાયના છાણનો પાવડર બનાવી અને તેમાંથી વન જીવામૃત બનાવી તેનો ઉપયોગ કરે છે.
અહી કરો સંપર્ક
અગર તમે પણ પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છા ધરાવો છો તો તમે પણ માર્ગદર્શન માટે હિતેશભાઈ દોમડિયા ને મો. 98984 71371 પર સંપર્ક કરી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?
શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?
તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ?