જૂનાગઢ જિલ્લામાં પાંચ અનોખા મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.અહીં આજે મતદાનની સાથે લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને પોતાના પશુનું પણ ચેકઅપ કરાવ્યું હતું.
Ashish Parmar,Junagadh :આજે વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજે જૂનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા મત ક્ષેત્રોમાં એક-એક હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક ઉભા કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારની પહેલ કરનાર સમગ્ર દેશમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ બન્યો છે.આજે મતદાન સાથે અહીં ચેકઅપ કરવામાં આવ્યું હતું.
મતાધિકારનો ઉપયોગની સાથે હેલ્થ ચેકઅપ ફ્રી
હેલ્થ અને એનિમલ હેલ્થ મતદાન મથક વિશે જાણકારી આપતા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, હેલ્થ મતદાન મથકમાં લોકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાની સાથે પોતાનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. મતદાન મથક ખાતે આરોગ્ય તપાસણીની સાથે જરૂરી સારવાર મતદાતાઓને ઉપલબ્ધ કરવવામાં આવી છે. દરેક મતદાતા હોય પોતાના પ્રાણીઓની સારવાર મતદાન મથક ખાતે કરાવી હતી.
જૂનાગઢ જિલ્લો ખાસ કરીને ખેતી- પશુપાલન આધારિત છે, તેને ધ્યાને રાખી એનિમલ હેલ્થ મતદાન મથક ઉભું કરવાનો નિર્ણય કર્યો હતો. એનિમલ હેલ્થ મતદાન મથકમાં મતદાતાઓ મતદાન કરવાની સાથે પોતાના ગાય, ભેંસ, બકરા,વગેરે પાલતુ પ્રાણીઓની આરોગ્ય તપાસણી, રસીકરણ સહિત તમામ સારવાર પશુઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભુ કરાયું
ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મહિલાઓ દ્વારા સંચાલિત સખી મંડળો, યુવા અને દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ઉભુ કરાયું છે. જેમાં પ્લાસ્ટિક જેવી પર્યાવરણ માટે હાનિકારક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી નથી.
જૂનાગઢના પલાસવા ગામે મતદાનની સાથે આરોગ્ય સેવાઓનો લાભ મતદારોએ લીધો હતો.જુનાગઢના પ્લાસવા ગામે મતદારોએ મતદાન કરવાની સાથે અહીંયા આરોગ્ય સેવાઓનો પણ લાભ મેળવ્યો હતો. મતદારોએ ઉત્સાહપૂર્વક પૂર્વક મતદાન કરવાની સાથે આ પહેલને આવકારી હતી.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર