700 થી વધુ ગાયનો કરવામાં આવે છે અહી નિભાવ
બ્રિડિંગ સેન્ટરમાં 700 થી વધુ ગાયનો નિભાવ કરવામાં આવે છે. અહીં જાફરાબાદી ભેંસ તથા પાડાઓ પણ રાખવામાં આવે છે. ખૂબ જ સારી રીતે તમામ ગાય તથા ભેંસનો નિભાવ થઈ શકે તે માટે અહીં તંત્ર દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. ગીર ગાયનો પારિવારિક સંવર્ધન ન થાય તે માટે પણ વંશવેલાની નોંધ નિભાવવામાં આવે છે.
બ્રીડિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યો છે વંશવેલાનો તમામ રેકોર્ડ
અહીં સંવનન માટે જે ખુટીયા તથા ગીર ગાય રાખવામાં આવી છે. તેમાં પેઢી દર પેઢીના અમુક ભાગ બનાવવામાં આવ્યા છે. જેમ કે કોઈ ખૂંટિયા દ્વારા જન્મેલ ગાય તેની પુત્રી કહેવાય છે એટલે કોઈ પણ પેઢીમાં આ ખૂંટિયાનું આ પારિવારિક સંવર્ધન ન થઈ જાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે વંશવેલાનો તમામ રેકર્ડ રાખવામાં આવે છે. આ રેકર્ડ ખૂબ લાંબા સમય સુધી સાચવવામાં પણ આવે છે.
લમ્પી વાઇરસમાં આ રીતે બચાવી ગાયોને
પશુઓમાં ખૂબ ગંભીર પ્રકારે લંપી વાયરસનો ખતરો વધ્યો હતો. હજારો પશુઓ લંપી વાયરસને લીધે મોતને ભેટ્યા હતા. પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અહી આવેલી ગૌશાળામાં 700 થી વધુ ગાયને રાખવામાં આવી છે. અહીં પશુઓમાં લંપી વાયરસનો ખતરો પ્રવર્તે નહીં તેની કાળજી લેવામાં આવી હતી. શરૂઆતમાં બે થી ત્રણ ગાયોને લક્ષણ દેખાતા તે ગાય સહિત તમામ પશુઓને ત્વરિત રસીકરણ કરાવી દેવામાં આવ્યું હતું. જેથી કોઈપણ પ્રકારનો ખતરો પશુઓને લંપી વાયરસથી રહ્યો ન હતો. આ રીતે પશુઓને ગંભીર રોગથી બચાવવામાં ત્વરિત સફળતા મેળવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર