Ashish Parmar, Junagadh : જૂનાગઢ જિલ્લાના ખમીરવંતા યુવાનોને સંરક્ષણદળમાં કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તક મળી રહે તેવા હેતુસર ઓક્ટોબર 2022 માં રાજકોટ ખાતે યોજાયેલ થલસેના ભરતી રેલી અંતર્ગત લેખિત કસોટી માટે એડમીટ કાર્ડ મેળવ્યા હતા.તમામ ટ્રેડના ઉમેદવારોને લેખિત કસોટીની અસરકારક અને સઘન પૂર્વ તૈયારી થઈ શકે તે માટે 15 દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેખિત કસોટીની પરીક્ષા પધ્ધતિ અને અભ્યાસક્રમ મુજબ વિષય તજજ્ઞો દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ જરૂરી સાહિત્ય આપવામાં આવશે.
તાલીમમાં જોડાવા એટલું કરવું
તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતેના નામ નોંધણી કાર્ડની નકલ અને થલસેના ભરતી કાર્યાલય દ્વારા મેળવેલ એડમીટ કાર્ડની નકલ કચેરીના વોટ્સએપ નં. 0285- 262013952 કે ઈ-મેલ- dee-jun@gujarat.gov.in મારફત અથવા રૂબરૂમાં 17 ડિસેમ્બર સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ ખાતે મોકલી આપવાના રહેશે.
કોઈ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન કરવો
વધુ માહિતી અને માર્ગદર્શન માટે જૂનાગઢના જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફત સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીએ માહિતી આપી હતી.