Junagadh News: પ્રવાસન દ્રષ્ટિએ જૂનાગઢ શહેર (Junagadh City)દિનપ્રતિદિન વિકાસ કરી રહ્યું છે, ત્યારે પ્રવાસીઓની (Visitors)સંખ્યામાં પણ વધારોજોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગત તા.25મી ડિસેમ્બર નાતાલની(Holidays) રજાઓને લઈને જૂનાગઢમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. નાતાલ દરમિયાન શનિ-રવિની રજાઓમાં કુલ 11,902 પ્રવાસીઓએ સક્કરબાગની (Sakkarbaug Zoo) મુલાકાત કરી, જ્યારે 7000 થી વધુ લોકોએ ગિરનાર રોપ-વેની (Girnar Ropeway) મજા માણી છે.
ગત નાતાલનો તહેવાર શનિવારે હોવાથી, શનિ-રવિની મજા માણવા લોકો ગિરનાર રોપ-વે તેમજ સક્કરબાગ ખાતે ઉમટી પડ્યા હતા. જેથી કરીને બન્ને સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. નાતાલના દિવસે ઓછી ભીડ હતી, પરંતુ નાતાલના બીજા દિવસે એટલે કે, રવિવારે ભીડ વધી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ; નાતાલના દિવસે કુલ 5,456 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, જેને લઈને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને કુલ રૂ.1,60,080 ની આવક થઇ હતી. જ્યારે નાતાલના દિવસે 6000 થી વધારે મુસાફરોએ ગિરનાર રોપ-વેની મજા માણી હતી.
નાતાલના બીજા દિવસે રવિવાર હોવાથી પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. ગત રવિવારના દિવસે કુલ 6,446 પ્રવાસીઓએ સક્કરબાગની મુલાકાત લીધી હતી, પરિણામે રૂ.1,92,270ની આવક થઇ હતી. નાતાલની રજાઓમાં શનિ અને રવિવાર દરમિયાન કુલ 11,902 પ્રવાસીઓ આવતા સક્કરબાગ ઝૂ ને કુલ રૂ.3,52,350 ની આવક થઇ છે.
જ્યારે શનિ-રવિ દરમિયાન ગિરનાર રોપવેની મજા માણનાર પ્રવાસીઓની સંખ્યા અંદાજે 13 હજાર જેવી નોંધવામાં આવી છે. ગિરનાર રોપ-વે સંચાલકના જણાવ્યા પ્રમાણે આગામી તા.31 ડિસેમ્બર ને લઈને પ્રવાસીઓની ભારે ભીડ રહેશે. નાતાલના તહેવારોની રજામાં ગિરનાર પર્વત પર પગથિયા ચડીને જનારની સંખ્યા પણ નોંધનીય રહી હતી.