જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાનાં ગઇકાલે ભારે પવન ફૂકાયો હતો. વરસાદ પણ થયો હતો. પવનનાં કારણે આંબાવાડીને ભારે નુકસાન થયું છે. અનેક આંબા જમીનદોસ્ત થઇ ગયા છે.
જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકાનાં ગઇકાલે ભારે પવન ફૂકાયો હતો. વરસાદ પણ થયો હતો. પવનનાં કારણે આંબાવાડીને ભારે નુકસાન થયું છે. અનેક આંબા જમીનદોસ્ત થઇ ગયા છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢ જિલ્લાનાં માળિયા હાટીના તાલુકામાં ગઇકાલે ભારે વરસાદ પડ્યો હતો. તેમજ પવન ફૂકાયો હતો.જેના કારણે કેરીનાં પાકને ભારે નુકસાન થયું છે. રાત્રે પડેલો વરસાદ અને વાવાઝોડું અહીંના આંબાને ભારે નુકસાન પહોંચાડી ચૂક્યું હતું. અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. બાગાયત ખેતીના ખેડૂતોને રાતે પાણીએ રોવાનું વારો આવ્યો છે.
કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું
છેલ્લા એક અઠવાડિયામાં જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વ્યાપક વરસાદ પડ્યો છે આ માવઠાના પગલે અનેક ખેડૂતોએ પોતાના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અનેક ખેડૂતોના ખેતરમાં ઉભો પાક હતો ઘઉં, જીરું સહિતના અનેક પાકને ભારે નુકસાની થઇ છે. વિસાવદર, માળિયા હાટીના, જૂનાગઢ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં માવઠાની દહેશતના પગલે કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. માળિયા હાટીના તાલુકામાં ઉભા આંબા ઢળી પડ્યા માળિયા હાટીના તાલુકાનાં જલંધર અને આસપાસનાં ગામમાં આંબાને ભારે નુકસાન થયું છે. આંબાનાં પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત ચણા, ધાણાનાં પાકને પણ ભારે નુકસાન થયું છે.
કેરી, ઘઉં જીરું, લસણ સહિતના પાકોને ભારે નુકસાની કમોસમી વરસાદથી ગઈકાલે માળિયા પંથકમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જલંધર દેવગામ, અમરાપુર, દેવળીયા, ચન્દ્રાવાડી સહિતના ગામડાઓમાં વરસાદી કહેર વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે અને ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાની થઈ છે. દરેક પાકને ભારે નુકસાન થયું છે.
માળિયા પંથકમાં આટલા પાકમાં નુકસાન કેરી, ઘઉં જીરું, લસણ સહિતના પાકોને ભારે નુકસાની થઈ છે. ગઈકાલે ભારે પવન અને વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે. આંબા બગીચામાં આંબાઓ જમીન દોસ્ત થઈ ગયા છે. કેટલાક ગોડાઉનના છાપરા પણ ઉડી ગયા છે. કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે.