Home /News /junagadh /જૂનાગઢ: તુવેરકાંડ બબાલ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

જૂનાગઢ: તુવેરકાંડ બબાલ, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કમલેશ રિબડીયા અને કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી

અતુલ વ્યાસ, જૂનાગઢ: તુવેરકાંડનો મમલો વધુ ગરમાયો છે. માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ તુવેર વેચવા આવેલા ખેડૂતો ઉપર પણ હુમલો કરાયો હતો. માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કમલેશ રિબડીયા અને કોંગી કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી.

કેશોદમાં તુવેરકાંડ બાદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તુવેરના જથ્થામાં મોટાપાયે ગેરરીતિ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, ત્યારે મામલતદાર પણ યાર્ડમાં દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ પાક પૈકીના તુવેરની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં કેશોદ ખાતેથી હલકી ગુણવત્તાની તુવેર ઘૂસાડવામાં આવી હોવાનું જાણવામાં આવતા જેતપુર ખાતેના સરકારના ગોડાઉનમાંથી આ જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરાવવા પાટીદાર સંસ્થાઓની લેવાશે મદદ

પુરવઠા વિભાગે બુધવારે આ બાબતે તપાસ કરતા 3241 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના મળી આવ્યા હતા. રાજ્યમાં ખૂબ જ ચગેલા મગફળી કાંડ બાદ ફરી એક વાર ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં તુવેરમાં ગોટાળો કરાયો હોવાની વિગતો આવતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવેરના રિજેક્ટ થયા છે, જ્યારે અન્ય કટ્ટામાં કઈ પણ સમસ્યા નથી.
First published:

Tags: Congress worker, Director, કંકાસ