અહીં બિલ્ડીંગ જર્જરીત છે દૂર રહેવુંના બોર્ડ મુકાયા
બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. અહીં આજુબાજુ અનેક ધંધાર્થીઓ પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે. ત્યારે અહીંની આજુબાજુમાં રહેતા લોકો આ જ રસ્તે પસાર થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બિલ્ડિંગમાં કોઈ અનઅધિકૃત રીતે પ્રવેશ ન કરે ત્યારે ખાસ તકેદારી લેવા માટે કોઈપણ પ્રકારની સિક્યુરિટી ગોઠવવામાં આવી નથી.ફક્ત ત્રણ બોર્ડ રાખી અને સંતોષ માની લેવામાં આવ્યો છે.
આજુબાજુના વિસ્તારમાં અનેક રહેવાસીઓ અહીંથી થાય છે પસાર
સવારના સમયથી લઈને રાતના સમય સુધી અનેક રહેવાસીઓની અવરજવર આ રસ્તા પરથી જ થતી હોય છે. ત્યારે વરસાદની ઋતુમાં અથવા ગમે ત્યારે આ બિલ્ડીંગ અતિ જર્જરીત હાલતમાં છે તો પડી શકે તેમ છે. તંત્ર ફક્ત નોટિસો આપી અને સંતોષ માની લે છે.જેતે સમયે મામલતદાર કચેરી તથા સરકારી કચેરીના વિભાગો કાર્યરત હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર