Ashish Parmar Junagadh : જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી ઠંડી ઓછી થઈ હતી. આજે સવારે જુનાગઢ જાણે ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હોય તે રીતે ગાઢ ધુમ્મસ શહેરમાં જોવા મળ્યું હતું શહેર તેમજ ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાથી વાહનચાલકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી હતી.
બે દિવસથી થયું છે ઠંડીનું પ્રમાણ ઓછું
બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જે બાદ આજે સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું અને વિઝિબિલિટી ઘટી હતી જેથી સવારે સ્કૂલે જતા બાળકો તથા મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને પણ વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી હતી.
વાહન ચાલકોએ લીધો લાઇટ નો સહારો
દિવસે પણ ગાઢ ધુમ્મસ છવાઈ જતા વાહનચાલકોએ પોતાના વાહનની લાઈટ નો સહારો લેવો પડ્યો હતો.
શહેર તેમજ ગ્રામ્યમાં ધુમ્મસની ચાદર છવાઈ
જુનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ મધુરમ વિસ્તાર ભવનાથ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી આ સાથે જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ આ ધુમ્મસની ગાઢ ચાદરમાં ઢંકાઈ ગયા હતા.