Home /News /junagadh /Junagadh: રાજ્યપાલે કહ્યું, દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, છાત્રો પર ગોલ્ડ વરસા
Junagadh: રાજ્યપાલે કહ્યું, દરેક ગામમાં 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે, છાત્રો પર ગોલ્ડ વરસા
યુનિવર્સિટીમાં પદવી એનાયત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં 578 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ 17 છાત્રોને 61 ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યાં હતાં.
Ashish Parmar,Junagadh: જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના 18 માં વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના 578 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 17 છાત્રોનું 61 ગોલ્ડ મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. ડો. કલ્પિત ડી. શાહ અને ડૉ. ગિરીશ વી. પ્રજાપતિને વર્ષ 2021-22 માટે કૃષિ ઉચ્ચ અભ્યાસમાં 'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કૃષિ યુનિવર્સિટીની મોબાઇલ એપ લોન્સ કરાઇ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મોબાઈલ એપ્લિકેશન JAU i krishi Sanhita લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે ડો. વી.ડી.તારપરા, ડો. બી. સ્વામીનાથન અને ડો. એચ. એમ. ગાજીપરા લિખિત પુસ્તક Objective Agricultural Economics નું તેમજ અન્ય એક પુસ્તક કપાસમાં અસરકારક પાક સંરક્ષણ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
વિદ્યા ભણ્યા છો તેનો સમાજના કલ્યાણમાં-પરોપકારમાં ઉપયોગ કરજો.
કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને તેમણે પ્રાકૃતિક ખેતીમાં વિશેષ સંશોધનો કરવા કહ્યું હતું કે, વર્તમાનની તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે.તેનાથી ભૂમિનું ઓર્ગેનિક કાર્બન વધશે. અનેક રોગોમાંથી મુક્તિ મળશે. પ્રાકૃતિક ખેતી જ વૈજ્ઞાનિક માર્ગ છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.
ખેત ઉત્પાદન વધે છે, જમીનની ગુણવત્તા સુધરે છે, પાણીનો ઉપયોગ ઓછો થાય છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને ગુણવત્તાયુક્ત અન્ન મળે છે. ગુજરાતમાં અત્યારે ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ગુજરાતમાં આગામી 15 મી ઓગસ્ટ સુધીમાં દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એવા પ્રયત્નો થઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર