માંગરોળ તાલુકાનાં ઘેડ બગસરા ગામમાં પીરદાદાની દરગાહ આવેલી છે. આ દરગાહ 500 વર્ષ જુની છે. મહત્વની વાત એ છે કે, દરગાહમાં લોબાન કોઇ મુસ્લિમ નહી પરંતુ હિન્દુ સંત કરે છે.
માંગરોળ તાલુકાનાં ઘેડ બગસરા ગામમાં પીરદાદાની દરગાહ આવેલી છે. આ દરગાહ 500 વર્ષ જુની છે. મહત્વની વાત એ છે કે, દરગાહમાં લોબાન કોઇ મુસ્લિમ નહી પરંતુ હિન્દુ સંત કરે છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની સરહદે માંગરોળ તાલુકાનું ઘેડ બગસરા ગામ આવેલું છે. અહીં 500 વર્ષ જૂની દરગાહ આવેલી છે. આ દરગાહની ખાસિયત એ છે કે, આ દરગાહમાંં લોબાન એક હિન્દુ સંત કરે છે. અહીં કોમીએકતાનું ઉદાહરણ જોવા મળે છે.
500 વર્ષ જૂની છે આ દરગાહ એવું કહેવાય છે કે, આ પીરદાદાની દરગાહ 500 વર્ષ જૂની છે. આઝાદી પહેલાં આ ગામમાં મુસ્લિમ સમુદાયની ખૂબ મોટી વસ્તી હતી. આ વસ્તી આઝાદી બાદ બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગઈ હતી. હાલમાં આ ગામમાં અને આસપાસના ગામોના રહેવાસીઓની આસ્થા આ પીરદાદાની જગ્યા સાથે જોડાયેલી છે.
સુવિધાઓથી ભરપૂર છે ગામ આ ગામ પ્રાથમિક સુવિધાઓથી ભરપૂર છે. ગામમાં પ્રાથમિક શાળા, ખાનગી શાળા, 24 કલાક વીજળી, આરોગ્ય કેન્દ્રની સુવિધા, રોડ રસ્તા, બેંક, એટીએમ સહિતની સુવિધાઓ થી ભરપુર છે. જેથી હાલમાં સુવિધાસભર ગામમાં હિન્દુ મુસ્લિમનો ભાઈચારો ખૂબ રહ્યો છે. અનેક લોકો આસ્થા સાથે આ પીરદાદાની જગ્યાએ આવી રહ્યા છે.
ભાદરવા મહિનાના છેલ્લા સોમવારે ઉત્સવ આ દરગાહ પર ભાદરવા મહિનાના છેલ્લા સોમવારે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહી ગામમાં આવતા તમામ ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ પણ કરાવવામાં આવે છે.