Home /News /junagadh /જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં મારામારીનો Live Video, Covidના દર્દીના પરિવારજનોએ કર્યો હુમલો

જૂનાગઢ : સિવિલ હોસ્પિટલમાં મારામારીનો Live Video, Covidના દર્દીના પરિવારજનોએ કર્યો હુમલો

સિવિલ હૉસ્પિટલમાં દંગલ મારામારીનો લાઇવ વીડિયો વાયરલ

junagadh Covid Hospital Live Video: સિવિલ હૉસ્પિટલના ગાર્ડ અને દર્દીના પરિવાર પાસે હુમલો કર્યો છે, હૉસ્પિટલમાં વરવા દૃશ્યો દર્દીનું મોત થયા બાદ મામલો બીચક્યો

    અતુલ વ્યાસ, જૂનાગઢ : જૂનાગઢની સિવિલ હૉસ્પિટલમાં (Junagadh Civil Hospital Covid Patient's) હાલમાં તો કોરોના વાયરસના એકલ દોકલ દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. એક તરફ કોરોનાની બીજી લહેર ગુજરાતમાં (Second Wave of Coronavirus in Gujarat) શાંત પડી ગઈ છે તો બીજી તરફ આજે જ એઇમ્સના ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરીયાએ (AIIMS Director Dr. Randeep Guleria on Third Wave of Covid in india) ભારતમાં ત્રીજી લહેર નહીં આવે એવી આગાહી કરી છે. આ સ્થિતિમાં લોકોએ હાશકારો લીધો છે. કોરોનાના દર્દીઓના ઓછા કેસ વચ્ચે પણ ક્યાંક કોઈ દર્દીનું અવસાન થાય તે દુ:ખદ બાબત છે પરંતુ આવી સ્થિતિમાં સંયમ જાળવવો જરૂરી છે. જોકે, જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં એક દર્દીના (Junagadh Civil Hospital Live video of Guard Beaten) અવસાન બાદ દંગલ થયું છે. દર્દીના પરિવારજનોએ સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી કરી હોવાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં (Junagadh Civil Hospital Clash Live Viral Video) વાયરલ થયો છે.

    બનાવની વિગતો એવી છે કે જૂનાગઢ સિવિલ હૉસ્પિટલની લાઇવ મારમારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દર્દીના પરિવારજનો અને સિવિલના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે હૉસ્પિટલમાં જ દંગલ થયું હતું. હૉસ્પિટલમાં દર્દીઓ દાખલ હોય ત્યાં આવા વરવા દૃશ્યો સામે આવ્યા હતા.

    આ પણ વાંચો : જૂનાગઢ : છાતી અને માથે છરાના ઘા ઝીંકીને 'મુસા'ની હત્યા! રાત્રે ખેલાયો ખૂની ખેલ

    કોરોના વોર્ડની બહાર થયેલી મારામારીમાં સિક્યોરિટી ગાર્ડને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે જાણવા મળતી વિગતો મુજબ કોરોના વોર્ડમાં દાખલ કોઈ દર્દીના અવસાન બાદ તેના પરિવારે હલ્લો મચાવ્યો હતો અને ત્યારબાદ આ મારામારી થઈ હતી.



    આ પણ વાંચો : Rajkot: સોની વેપારીનો આપઘાત, '75 લાખ ભુલી જાજે, 37 લાખનું સોનુ છોડાવી દે નહી તો તારા છોકરાને ઉપડાવી લેશું'

    હૉસ્પિટલના ઉપરના માળેથી કોઈએ ફિલ્માવેલા આ લાઇવ વીડિયોમાં ટોળાને વચ્ચે ચાલી રહેલી બબાલના દૃશ્યો કેદ થઈ ગયા હતા. બનાવની વિગતો પોલીસ સુધી પહોંચતા પોલીસે મામલા અંગે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. જોકે, કોરોનાના સાવ નજીવા કેસની વચ્ચે અને જૂનાગઢ શહેર જિલ્લામાં પણ સાવ ઓછા કેસ હોય ત્યારે કોઈ દર્દીનું અવસાન થયું હોય અને ત્યારબાદ આવી ઘટના ઘટી હોય તેવી આશંકા છે. જોકે, મામલાની સમગ્ર વિગતો તો તપાસન\ અંતે જ બહાર આવી શકશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: COVID19, Live video, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन