જૂનાગઢ સહિત રાજ્યમાં ગીધની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ગીધના રહેણાંક અને સંભવિત સ્થળ પર ગણતરી કરવામાં આવશે. ગણતરી બાદ જુદા જુદા પગલાં લેવામાં આવશે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી બે દિવસ ગીર ફાઉન્ડેશન,ગુજરાત વન વિભાગ દ્વારા ગીધ વલચરની વિવિધ પ્રજાતિઓ અંગેની ગણતરી શરૂ કરવામાં આવી છે. ગીધની વસ્તી ગણતરી રાજ્યમાં જે વિસ્તારમાં ગીધની સંભાવના અને તેમના રહેણાક વિસ્તારોમાં કરવામાં આવશે. ગીધ પક્ષીઓનું અસ્તિત્વ હોઈ શકે તેવા સંભવિત સ્થળો પર પણ વસ્તી ગણતરી કરવામાં આવશે. રાજ્યના પાંજરાપોળ, મૃત પ્રાણીઓના નિકાલની જગ્યાઓ,નારીયેળી વગેરે ઉગાવાવાળી જગ્યા ઉપર ગીધની ગણતરીઓ કરવામાં આવી રહી છે.
આ રીતે કરવામાં આવી રહી છે વસ્તી ગણતરી
ગીધની વસ્તી ગણતરી માટે ગિરનાર રેન્જમાં અલગ અલગ 13 ટીમો બનાવવામાં આવી છે. જેમાં ગીધની અવર-જવર તેમજ તેના સાંકેતિક કોડ અને તે કેટલી ઊંચાઈ પર ઉડે છે. કઈ જગ્યાએ જાય છે,એ અંગે અવલોકન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર બાબતના અવલોકન સતત બે દિવસ સુધી ટીમ દ્વારા કરવામાં આવશે.બે દિવસ સતત તેની ગણતરી કરી રિપોર્ટ વન વિભાગના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવશે. ગીધને શેડ્યુલ વન કક્ષાનું પક્ષી ગણવામાં આવી છે. તેના સંવર્ધન માટે શું કરી શકાય ?તે અંગે આગામી સમયમાં કામગીરી ઉપર ચર્ચા કરવામાં આવશે.
શક્યતા વાળા વિસ્તારમાં ગણતરી થશે
સમગ્ર રાજ્યમાં જ્યાં પણ ગીધ હોવાની શક્યતાઓ છે અને વસવાટ કરે છે ત્યાં આ ગણતરી કરવામાં આવી રહી છે. હાલ તો સમગ્ર રાજ્યમાં ગીધની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં ગીધ હોવાની શક્યતાઓ છે તે દરેક વિસ્તારમાં વસ્તી ગણતરી કરવામાં આવશે. આગામી સમયમાં ગીધના સંવર્ધન માટે શું શું પગલાઓ ભરી શકાય તે માટે વિચારણાઓ ગીધની વસ્તી ગણતરી બાદ કરવામાં આવશે.