પવિત્ર શ્રાવણ માસમાં એક મુસ્લિમ સંસ્થા દ્વારા કેદીઓને કેળા સહિતનું ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું. અને કોમી એખલાસભર્યું (Communal harmony in Junagadh) વાતાવરણ ઉભું કરીને ભાઈચારાનો સંદેશો આપ્યો
Ashish Parmar, Junagadh: જૂનાગઢ જિલ્લા જેલમાં શ્રાવણ માસના અંતિમ દિવસે આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા બંદીવાન 250 જેટલા કેદીઓને ફરાળ વિતરણ કરીને કોમી એકતાનું વાતાવરણ (CommunalharmonyinJunagadh) ઉભું કર્યું હતું. જૂનાગઢના મુસ્લિમ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર હુસેનભાઇ હાલા દ્વારા બંદીવાન કેદીઓને જેલની અંદર ફરાળ કરાવવામાં આવતી હતી. હાલ તેઓ દુનિયામાં હયાત નથી પરંતુ જૂનાગઢના મુસ્લિમ અગ્રણી એવા મર્હુમ હુશેનભાઈ હાલાની યાદમાં તેમના દીકરા વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર અને મુસ્લિમ અગ્રણી રજાકભાઈ હાલા અને તેમની ટીમ તેમજ મુસ્લિમ સંસ્થાના આગેવાનો દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવારે જૂનાગઢ જિલ્લા જેલમાં ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું
રમઝાન માસમાં રોજુ ખોલવામાં આવે છે એ રીતે આજે પવિત્ર શ્રાવણ માસમાં અંતિમ સોમવારે ફરાળ વિતરણનો સિલસિલો હુસેનભાઇએ ચાલુ રાખ્યો હતો તે રીતે તેમના અવસાન બાદ તેમના પરિવાર દ્વારા આ સિલસિલો આજેય યથાવત રાખ્યો છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ બંદીવાન 250 થી 300 જેટલા કેદીઓને કેળા સહિતનું ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું, આ તકે જેલમાં બંદીવાન જેલના કેદીઓ દ્વારા હવે ફરીવાર જેલમાં નહી આવે તેવો અંતિમ સોમવારે સંકલ્પ પણ લીધો હતો. આવા પવિત્ર શ્રાવણ માસમાં એક મુસ્લિમ સંસ્થા દ્વારા કોમી એખલાસભર્યું વાતાવરણ ઉભું કરીને ભાઈચારાનો સંદેશો આપ્યો હતો.