Home /News /junagadh /Junagadh: શાસ્ત્રીય સંગીત અને નૃત્યથી એવો મેસેજ અપાયો કે જાણીને નવાઇ લાગશે!

Junagadh: શાસ્ત્રીય સંગીત અને નૃત્યથી એવો મેસેજ અપાયો કે જાણીને નવાઇ લાગશે!

મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર

જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ગિરનાર મહોત્સવમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ને અનુલક્ષીને શાસ્ત્રીય સંગીત અને નૃત્યના આ જલસામાં મતદાન જાગૃતિ માટેનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો

    Ashish Parmar Junagadh : જૂનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ગિરનાર મહોત્સવમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ને અનુલક્ષીને શાસ્ત્રીય સંગીત અને નૃત્યના આ જલસામાં મતદાન જાગૃતિ માટેનો પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. અહીં આવેલા કલાકારોએ લોકશાહીના આ મહાપર્વમાં મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી થવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.
    શહેરના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં ગિરનાર મહોત્સવનું 9 મું સંસ્કરણ ચાલી રહ્યું છે. જેમાં દેશભરના જાણીતા કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા શાસ્ત્રીય સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે. ત્યારે આ મંચ પર પણ મતદાતા જાગૃતિ માટેનું મેસ્કોટ 'SINH' ને પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

    શામળદાસ ગાંધી ટાઉનહોલની બહાર પણ મતદાન જાગૃતિ માટે સેલ્ફી પોઇન્ટ અને SINH મેસ્કોટ મૂકવામાં આવ્યું હતું. અહીંયા લોકોએ ઉત્સાહભેર ફોટો લઈ વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે અચૂક મતદાન કરવાનો નિર્ધાર કર્યો હતો.
    ઉલ્લેખનીય છે કે, પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ગિરનાર મહોત્સવનું આયોજન કરે છે. જેમાં દેશભરના કલાકારો જૂનાગઢના મહેમાન બને છે અને પોતાની કલાપ્રસ્તુતિ કરે છે.



    મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્યતા :ડો.સુરભી લક્ષ્મી શારદા

    હૈદરાબાદથી ગિરનાર મહોત્સવમાં કુચીપુડી નૃત્યની પ્રસ્તુતિ આપવા માટે આવેલા ડો.સુરભી લક્ષ્મી શારદાએ કહ્યું હતું કે મતાધિકારનો ઉપયોગ કરવો અનિવાર્યતા છે, જે લોકોની 18 વર્ષ કે તેથી વધુ ઉંમર છે એટલે કે જેમને મતાધિકાર પ્રાપ્ત થયો છે તેઓ દરેક વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી પણ અપીલ કરી હતી.



    મતદાન જાગૃતિ માટે સોરઠની ઓળખ એવા સિંહને મેસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.


    સિંહને એક વિશેષ અને અનોખો અર્થ આપવામાં આવ્યો છે. Sinh એટલે spirited, intelligent, neutral and honest voters. આમ, મતદાતાઓ સિંહ મેસ્કોટના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ ઉભી થવાની સાથે એક વિશિષ્ટ અર્થ આત્મસાત થાય તેવા પ્રયત્નો હાલમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

    First published:

    Tags: Local 18, ગુજરાત ચૂંટણી, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन