Home /News /junagadh /Junagadh: કેશોદનાં આ ગામમાં ચૈત્ર નવરાત્રીનાં બોલે છે ગરબાની રમઝટ, આટલું જૂનુ છે મંદિર

Junagadh: કેશોદનાં આ ગામમાં ચૈત્ર નવરાત્રીનાં બોલે છે ગરબાની રમઝટ, આટલું જૂનુ છે મંદિર

X
આસો

આસો નવરાત્રીનાં ગરબા રમવાની પરંપાર છે. પરંતુ કેશોદનાં નુનારડા ગામનાં ચૈત્ર નવરાત્રીનાં ગરબા રમવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. અહીં 350 વર્ષ જૂનુ ચોરાયુ માતાજીનું મંદિર આવેલું છે.

આસો નવરાત્રીનાં ગરબા રમવાની પરંપાર છે. પરંતુ કેશોદનાં નુનારડા ગામનાં ચૈત્ર નવરાત્રીનાં ગરબા રમવામાં આવે છે અને માતાજીની આરાધના કરવામાં આવે છે. અહીં 350 વર્ષ જૂનુ ચોરાયુ માતાજીનું મંદિર આવેલું છે.

Ashish Parmar, Junagadh: સામાન્ય આસો નવરાત્રીમાં ગરબા રમવાની પરંપાર પ્રચલીત છે. પરંતુ જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં નુનારડા ગામમાં ચૈત્ર નવરાત્રીનાં ગરબા રમવામાં આવે છે. ગામમાં છેલ્લા 29 વર્ષથી ચૈત્રી નવરાત્રીનાં ગરબા રમીને માતાજીની આરાધના કરવામાં આવે છે.



છેલ્લા 29 વર્ષથી થાય છે અહીં નવરાત્રિની ઉજવણી
કેશોદના લુનારડા ગામે ચારણ આઈ તરીકે ઓળખાતા ચોરાયું માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે ગામ લોકો મંદિરના પટાંગણમાં 1994 થી ચૈત્રી નવરાત્રીની એકમથી આઠમ સુધી સાજિંદા વાજીંદા સાથે પ્રાચીન ગરબા રમઝટ બોલાવે છે. આજના સમયમાં નવરાત્રી અર્વાચીન બની રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રીની પણ આ ગામમાં પ્રાચીન રીતે ઉજવણી થાય છે. આ ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર તેમજ ગરબાના સ્થળને રોશનીથી સુશોભિત કરવામાં આવે છે અને અહીં આવતા ભાવિક ભક્તો ચોરાયુ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રીમાં દરરોજ સાંજે બાળકોને ભોજન પણ કરાવવામાં આવે છે.



આઠમના દિવસે થાય છે અહીં સમૂહ ભોજન
આઠમનાં દિવસે સમગ્ર ગામજનો માટે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવે છે. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. નવરાત્રીનાં છેલ્લા દિવસે રાત્રીનાં કિર્તન મંડળી યોજવામાં આવે છે.



આજુબાજુના ગામના લોકો પણ અહીં આવે છે
આ ગામનું મંદિર ત્રણ ગામના સીમાડે આવેલું છે, નુનારડા, ખમીદાણા અને ટીટોડી એમ ત્રણ ગામના ભાવિકો આ ધાર્મિક પ્રસંગે સાથે જોડાય છે અને માતાજીની સેવા પૂજા કરીને ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો: સાલેભાઇની આંબળીથી ઓળખાતી કેસર કેરીનો ઇતિહાસ રોચક છે, જાણો કેમ કેસર નામ પડ્યું?

આશરે 350 વર્ષથી જૂનું છે આ ગામ
કેશોદનું નુનારડા ગામ વસવાટ શરૂ થયો તેને આશરે 350 વર્ષ થશે. આ ગામમાં આશરે 2200 લોકોનો વસવાટ છે. આ ગામમાં ચોરાયુ માતાજી, લુણાયુ માતાજી અને ઢોરાયુ માતાજી એમ ચારણ આઈમાંના ત્રણ સગા બહેનોના મંદિર આવેલા છે. જેમાં ચારણ આઈ લુણાયુ માતાજીના નામ પરથી નુનારડા ગામ પડ્યું છે. તેવું મંદિરના ભૂવાઆતા કરસનભાઈ રામે જણાવ્યું હતું.
First published:

Tags: Junagadh news, Local 18