Home /News /junagadh /Junagadh : ઘરબેઠા જુઓ સળગતી ઈંઢોણીનો રાસ, દરરોજ 15થી 20 હજાર લોકો આવે છે જોવા!

Junagadh : ઘરબેઠા જુઓ સળગતી ઈંઢોણીનો રાસ, દરરોજ 15થી 20 હજાર લોકો આવે છે જોવા!

જૂનાગઢમાં

જૂનાગઢમાં સળગતી ઈંઢોણીના રમાતા રાસ

જૂનાગઢના પ્રાચીન ગરબા એ પણ પોતાનું અનેરૂ મહત્વ અને વારસો હજુ જાળવી રાખ્યું છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આજે પણ એકઠા થાય છે.

    ASHISH PARMAR JUNAGADH : આજકાલ પશ્ચાત્ય સંસ્કૃતિના ગરબાનો ટ્રેન્ડ વધી રહ્યો છે , જૂનાગઢમાં આજે પણ પ્રાચીન ગરબાઓ યથાવત રહ્યા છે અને આ શહેર આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવીને બેઠું છે. નવરાત્રિમાં દર વર્ષે પ્રાચીન ગરબીઓ નું મહત્વ ઘટતું જઈ રહ્યું છે અને ડિસ્કો અને દાંડીયાનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ઐતિહાસિક નગરી જુનાગઢ આ પ્રાચીન ગરબાઓ, રાસ અને માતાજીની આરાધના બધું હજુ સાચવી રાખ્યું છે તો જુઓ જૂનાગઢની પ્રાચીન ગરબીના સળગતી ઈંઢોણીનો અદ્દભુત રાસ અને ભુવા રાસનું મહત્વ

    જૂનાગઢમાં ચાલતા રાસ ગરબા

    જૂનાગઢમાં હજુ ડિસ્કો દાંડિયા કરતા વધુ પ્રાચીન ગરબીઓ જોવા મળે છે તેમાં અમુક ગરબીઓ પ્રખ્યાત છે કે જેણે અનેક કલાકારોને સ્ટેજ આપ્યું છે અને નામાંકિત કલાકારો પણ જૂનાગઢની પ્રાચીન ગરબીઓ ના ભાગ બન્યા છે એવી જ આ વણઝારીચોક ની આ ગરબી કે જે નવાબી કાળથી થઈ રહી છે અને આ ગરબી એ પ્રાચીન સંસ્કૃતિનો વારસો સતત જાળવી રાખ્યો છે જેમાં સળગતી ઈંઢોણીનો રાસ તે ભુવા રાસ માટે પ્રખ્યાત છે અને ભુવા રાસ અને સળગતી ઈંઢોણી નો રાસ રમતી દીકરીઓ માતાજીનું ખૂબ સત માને છે કારણકે સતત અડધી કલાકથી વધુ સમય સુધી બંને હાથોમાં મસાલ અને માથે સળગતી ઈંઢોણી લઈ રાસ રમી રહી છે.

    આ ગરબાનો ઈતિહાસ

    આ ગરબી નો વારસો જાળવવામાં 50થી વધુ યુવાનો અને વડીલો નવરાત્રિના એક માસ અગાઉ બાળાઓનું સિલેક્શન કરી તેને પ્રેક્ટિસ કરાવતા હોય છે અને આ ગરબી ની ખાસિયત એ છે કે ગરબીમાં રમતી બાળાઓ પાસેથી એક પણ રૂપિયો ની ફી લેવામાં આવતી નથી અને તેને રોજેરોજ ના ડ્રેસ પણ આયોજકો તરફથી આપવામાં આવે છે રોજ લાણી આપવામાં આવે છે અને ગરબી પૂર્ણ થયા બાદ દરેક બાળાઓને પ્રવાસમાં પણ લઇ જવામાં આવે છે વણઝારી ચોક ની આ ગરબી ના પ્રખ્યાત રાસો જોવા માટે દરરોજ 15 થી 20 હજાર લોકો આવે છે અને ગરબી જોવા માટે લોકો વહેલાસર આવી પોતાની જગ્યા રોકી લે છે કારણ કે ગરબી શરૂ થયા બાદ પગ મુકવાની પણ જગ્યા મળતી નથી

    આમ ડિસ્કો દાંડિયા અને પાર્ટી પ્લોટો ની રમઝટ સામે જૂનાગઢના પ્રાચીન ગરબા એ પણ પોતાનું અનેરૂ મહત્વ અને વારસો હજુ જાળવી રાખ્યું છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આજે પણ એકઠા થાય છે જે આજે પણ એક જૂનાગઢની માટે ગૌરવવંતી બાબત કહી શકાય.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Navratri, Navratri 2022, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन