જૂનાગઢ: રોડ વચ્ચે જામ્યું 'આખલા યુદ્ધ', છકડો રિક્ષાને પણ ઉથલાવી નાખી, જુઓ વીડિયો
જૂનાગઢ: રોડ વચ્ચે જામ્યું 'આખલા યુદ્ધ', છકડો રિક્ષાને પણ ઉથલાવી નાખી, જુઓ વીડિયો
માંગરોળનો વીડિયો વાયરલ થયો.
Bull fight on Junagadh: ત્રણ દિવસ પહેલા નવસારી શહેરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, રખડતા ઢોરને કારણે એક મહિલા પોતાના વાહન પરથી નીચે પટકાઈ હતી.
જૂનાગઢ: રાજ્યના લગભગ દરેક શહેરના લોકો રખડતી રંજાડ (Stray cattle)થી પરેશાન છે. નાના અને મોટા શહેરોમાં રસ્તાઓ પર રખડતા ઢોર મોટી સમસ્યા બની ગઈ છે. આ જ કારણે ક્યારેય લોકોનો જીવ પણ જતો રહે છે. તાજેતરમાં રખડતા ઢોરને કારણે ઈજા કે મોતના અનેક સમાચાર માધ્યમોમાં ચમકી ચૂક્યા છે. હવે આ કડીમાં જૂનાગઢના માંગરોળ (Mangrol)માં આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. હકીકતમાં માંગરોળ બસ સ્ટેશન રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ (Bull fight on road) જામ્યું હતું. આખલાઓએ રોડ પર દોડા દોડી કરતા રસ્તાની બાજુમાં પડેલી એક છકડો રિક્ષા પણ ઉથલી ગઈ હતી. જોકે, આ બનાવમાં કોઈ લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ત્રણ દિવસ પહેલા નવસારી શહેરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે, રખડતા ઢોરને કારણે એક મહિલા પોતાના વાહન પરથી નીચે પટકાઈ હતી. હકીકતમાં કબીલપોર વિસ્તારમાં આવેલા વસંત વિહાર સોસાયટીમાંથી એક મહિલા પસાર થતી હોય છે. ત્યારે એકાએક ગલીમાંથી દોડીને આવેલા વાછરડાએ મહિલાને અડફેટે લીધી હતી. જે બાદ મહિલા વાહન સાથે નીચે પટકાઇ હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે. સદનસીબે મહિલાને માથામાં કે શરીર પર ગંભીર ઇજા થઈ નથી.
બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાનો એક વીડિયો વાયરલ (Rajkot liquor party video) થયો હતો. વીડિયોમાં ચાર યુવક દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે નાના બાળકનો જન્મ દિવસ હોવાથી તેની ઉજવણીમાં દારૂની મહેફીલ (Liquor party in public) માણી હોવાનું ધરપકડ કરવામાં આવેલા યુવકે જણાવ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી
ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 69 ટકાથી વધારે વરસાદ (Gujarat rainfall data) ખાબકી ગયો છે. છેલ્લા 10-15 દિવસમાં વરસાદે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. બીજી તરફ હવામાન વિભાગ (India Meteorological Department) અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર