જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સભાન અવસ્થામાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહિલા દર્દીને મગજમાં ગાંઠ થઇ હતી. ઓપરેશન વખતે સભાન અવસ્થામાં ન હોય તો ગાંઠ સંપૂર્ણ દૂર થઇ શકે નહીં. મગજમાં અમુક ભાગમાં વાઢકામ કરવાથી પીડા થતી નથી.
Ashish Parmar Junagadh: જૂનાગઢમાં આવેલી અગત્સ્ય હોસ્પિટલ સારવાર કરવાની પદ્ધતિથી અગ્રેસર છે. હોસ્પિટલ શરૂ થઈ તેને ફક્ત 18 મહિના થયા છે. પરંતુ કેટલાય લોકોને નવી જિંદગી પ્રદાન કરી છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા દર્દીની મગજમાં રહેલી ગાંઠને મહિલાને સભાન અવસ્થામાં રાખી દૂર કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે સેવા આપતા ડો. ધવલ ગોહિલે મરણ પથારીએ રહેલા અને મગજની બીમારીથી પીડાતા અનેક લોકોને સારવાર કરીછે અને સ્વસ્થ કર્યા છે.
મગજમાં આ રીતે થઈ હતી ગાંઠ
જૂનાગઢના જલ્પાબેન કાછડીયા નામના દર્દીને મગજમાં ગાંઠ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. પરંતુ આ મગજમાં ગાંઠ હતી તેનું લોકેશન એવી જગ્યા હતું કે,જ્યાંથી શરીરના હાથ પગનું હલનચલન કંટ્રોલ થઈ શકે. જો દર્દીને બેભાન કરીને ઓપરેશન કરવામાં આવે તો તે ગાંઠ પૂરેપૂરી ન નીકળી શકે. કારણ કે જો હાથ પગના હલનચલનને કંટ્રોલ કરતો ભાગ ડેમેજ થાય તો ગાંઠ થોડીક જ નીકળે.
આ ઓપરેશન કરતી વખતે દર્દીનો લાઈવ ફીડબેક મળવો ખૂબ જ જરૂરી હતો. ઓપરેશન વખતે ફક્ત મગજનું રક્ષણ કરતા તેમજ બીજા ભાગને એંથેસિયાથી સતત બહેરો કરી ઓપરેશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
દર્દીના હાથ પગનું હલનચલન શરૂ રાખ્યું હતું.જેથી ગાંઠને દૂર કરવામાં સફળતા મળી હતી. મગજનો સાવ અંદરનો ભાગ પેનલેસ હોય છે. ત્યાં વાઢકાપ કરવામાં આવે તો દર્દ થતું નથી,પણ જો બીજા કંટ્રોલિંગ પોઇન્ટ ડેમેજ થાય તો શરીરના અન્ય પર અસર થાય તેથી એન્થેટિસ્ટની પર સતત હાજરી અનિવાર્ય હોય છે.
મગજની બધી ગાંઠ આ રીતે દૂર નથી થતી
ડો. ધવલ ગોહિલે જણાવ્યું હતું કે, મગજમાં આવેલી બધી ગાંઠ આ રીતે દૂર થતી નથી. મગજના અમુક કંટ્રોલિંગ પોઇન્ટ હોય કે બોલવાના કંટ્રોલિંગ પોઇન્ટ પાસે જે ગાંઠનું લોકેશન હોય ત્યાં ઓપરેશન થાય તો સફળતાપૂર્વક ગાંઠને દૂર કરી શકાય.બધા ઓપરેશન વખતે દર્દી હલનચલન કરતો હોય તો નુકસાન થવાની પણ શક્યતા છે.