Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં યાર્ડમાં જુદીજુદી જણસીની આવક થઇ રહી છે. યાર્ડમાં મગફળી, સોયાબીન, તુવેર, જીરૂ, તલની આવક થઇ રહી છે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તલની 32 ક્વિન્ટલ ની આવક નોંધાઇ હતી.
એક મણના સારા ભાવ મળતા ખેડૂતોના ખિસ્સા ભરાયા
જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં રેગ્યુલર તલની 32 ક્વિન્ટલ આવક નોંધાઇ હતી. જેમાં ખેડૂતોને 1 મણનો ભાવ 3348 મળ્યો હતો. એક મણ તલનો આટલો સારો ભાવ મળતા ખેડુતોએ ખુશી વ્યક્ત કરી હતી.
કાળા તલની આવક પણ થઈ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રેગ્યુલર તલની સાથે કાળા તલની આવક પણ નોંધાઈ હતી. જેમાં કાળા તલની 7 ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને એક મણનો ભાવ 2530 રૂપિયા મળ્યા હતા. આમ ખેડૂતોને હાલમાં પોતાના બધા પાકોના ખૂબ સારા અને અનુકૂળ ભાવ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને સોયાબીન, તુવેર, મગફળી, જીરૂના ખૂબ સારા ભાવ મળ્યા છે અને હજુ પણ સારા મળી રહ્યા છે.