Home /News /junagadh /Junagadh : આ જગ્યાએ રાખવામાં આવે છે સિંહો માટેની બૂક, જેમાં હોય છે સંપૂર્ણ માહિતી

Junagadh : આ જગ્યાએ રાખવામાં આવે છે સિંહો માટેની બૂક, જેમાં હોય છે સંપૂર્ણ માહિતી

જૂનાગઢમાં

જૂનાગઢમાં આવેલું સક્કરબાગ ઝુ

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વન્યપ્રાણીઓ માટેની સ્ટડબુક તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢમાં આવેલું સિંહ સંવર્ધન કેન્દ્ર એશિયાનું સૌથી મોટું સિંહ સંવર્ધન કેન્દ્ર છે.

    Ashish Parmar, Junagadh: જૂનાગઢનું ગીર એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે ગીરના સિંહો જૂનાગઢનું ઘરેણું છે. જૂનાગઢનું સક્કરબાગ જુ આ બાબતમાં ઉણું ઉતર્યું છે. સક્કરબાગ ઝૂમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ખાસ વ્યવસ્થા ઊભી થઈ છે જે અંતર્ગત જૂનાગઢમાં સકરબાગ ઝૂ ની અંદર આવેલું સિંહ સંવર્ધન કેન્દ્ર એશિયાનું સૌથી મોટું સિંહનું સંવર્ધન કેન્દ્ર છે અહીં સિંહની દરેક પ્રકારની સાર સંભાળ રાખવામાં આવે છે અને તેની એક સ્ટડ બુક પણ બનાવવામાં આવી છે જેમાં સિંહોની હાલની પરિસ્થિતિ ક્યાંથી લાવવામાં આવ્યા તેમનો જન્મ તેમને આપવામાં આવેલી સારવાર સહિતની દરેક વિગતો આ સ્ટડ બુકમાં લખવામાં આવે છે.

    સ્ટડ બુક શું છે ?

    સ્ટેટ બુક એક એવું માધ્યમ છે જેમાં જે તે પ્રાણીઓની તમામ બાબતો લખવામાં આવે છે. જો કોઈ સિંહને બહારથી લાવવામાં આવ્યો હોય તો તે બાબતો ,તે બીમાર હોય તે બાબત, તે નોર્મલ પરિસ્થિતિમાં નથી તે બાબત સહિતની અનેક બાબતો અહીં મૂકવામાં આવે છે. આ ઉપરાંત સિંહને કોઈ ખાસ પ્રકારની સારવાર આપવામાં આવી હોય તો તે બાબત પણ લખવામાં આવે છે. વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ દરેક બાબતો ખૂબ જ ભાગ ભજવે છે અને સંશોધન સમયે યોગ્ય મદદ મળી રહે છે.

    સિંહ સંવર્ધન કેન્દ્રમાં યોગ્ય સાર સંભાળથી સિંહના જન્મમાં વધારો

    આ સિંહ સંવર્ધન કેન્દ્રમાં સિંહનું રેગ્યુલર નિયમિતપણે પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને તેની તબિયતની પણ સાર સંભાળ રાખવામાં આવતી હોય છે જેથી છેલ્લા ત્રણ વર્ષોની અંદર સિંહનો જન્મ દર વધ્યો છે.છેલ્લા 3 વર્ષોની વાત કરવામાં આવે તો છેલ્લા 3 વર્ષોમાં ક્રમશ: 24,29 અને 22 એમ કુલ 75 બચ્ચાંઓ જન્મ્યા છે.સિંહ જન્મદર માં વધારો જોવા મળતાં સરકારે પણ આ કામગીરી ને બિરદાવી હતી.



    સક્કરબાગ ઝૂ ને યોગ્ય સાર સંભાળ માટે એવોર્ડ એનાયત કરાયો

    ભારત સરકારના સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા ભારતના સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા સંગ્રહાલયો પૈકી સારી કામગીરી કરતા ઝૂને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.જેમાં સંપૂર્ણ ગુજરાતમાંથી વેરી ગુડ કેટેગરી અંતર્ગત જૂનાગઢનું સક્કરબાગ ઝૂ ની પસંદગી કરવામાં આવી હતી.આ એવોર્ડ માટે પસંદગી થતાં ઝૂ ના RFO નીરવ મકવાણાએ પોતાની મહેનત સફળ થવાની ખુશી વ્યક્ત કરી હતી
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन