જૂનાગઢમાં આંખે જોઇ ન શકતા સાહિલ ખાને બીએસ સાયકોલજી સુધીનો અભ્યાસ કર્યો છે. હવે એમએસ સાયકોલજીમાં અભ્યાસ કરે છે. જન્મથી જોઇ ન શકનાર સાહિલને સંગીતનો જબરો શોખ છે. 43,000 સ્પર્ધકોને માત આપી વિજેતા બન્યો.
Ashish Parmar, Junagadh: એવું કહેવાય છે કે કુદરત તમારી પાસેથી કોઈ શક્તિ છીનવી લે છે તો તેનાથી વધુ સારી શક્તિ તમને અર્પણ કરે છે. આવી જ એક વાત છે, જૂનાગઢના સાહિલ ખાન રિયાઝ ખાનની.
24 માર્ચ 2000 ના દિવસે સાહિલનો જન્મ થયો. જન્મ થયા બાદ એવું ખ્યાલ ન પડે કે આ છોકરો આંખથી જોઈ શકતો નથી. પરંતુ અચાનક તેના માતા-પિતાને એક મહિના બાદ એવો ખ્યાલ આવે છે કે, તેના બાળકને આંખમાં કોઈક પ્રોબ્લેમ છે. પ્રથમ વખત પોતાના ફેમિલી ફિઝિશિયનને પોતાના બાળકની આંખો બતાવી.
ત્યારબાદ આંખોના નિષ્ણાત ડોક્ટર પાસે તેના બાળકને બતાવવા લઈ ગયા. ત્યારે તેમના માતા - પિતાને ખ્યાલ પડ્યો કે, તેનું બાળક જિંદગીમાં હવે ક્યારે આ દુનિયાને જોઈ નહીં શકે. આ શબ્દો સાંભળીને સાહિલના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. અને ત્યારબાદ સાહિલના પિતા રિયાઝ ખાનના જિંદગીમાં આવ્યો એક નવો વળાંક. સાહિલ પાંચ વર્ષનો થયો અને તેને અભ્યાસ કરાવવા સાહિલના પિતાએ નોકરી પણ છોડી દીધી.
સાહિલ જૂનાગઢનો રહેવાસી છે. તેનો જન્મ 24 માર્ચ 2000 ના રોજ થયો હતો. તેણે અભ્યાસમાં બીએસ સાયકોલોજી પૂર્ણ કર્યું છે અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસ સાયકોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે. સાહિલને બાળપણથી જ આંખથી દેખાવાનું બંધ હતું. પરંતુ તેને સંગીતનો ભારે શોખ હતો અને તેનો આ શોખ પૂર્ણ કર્યો તેના માતા - પિતાએ. હાલમાં યોજાયેલી સીટુ બી વોઇસ કોમ્પિટિશનમાં 43,000 સ્પર્ધકોની વચ્ચે પ્રથમ ક્રમાંકે આવીને આ સાહીલે પોતાના માતા પિતાનું નામ તો રોશન કર્યું છે. પોતાનું એક અલગ લેવલ પર સ્થાપિત કર્યું છે. કુદરત કોઈ શક્તિ છીનવી લે છે, તો સામે દસ ગણી સારી શક્તિ આપી દે છે.
સાહિલના પિતા હાલમાં કરે છે ફોટોગ્રાફીનો બિઝનેસ
સાહિલના પિતાને ગુજરાત એસટી વિભાગમાં નોકરી મળી હતી પરંતુ જ્યારે સાહિલનો જન્મ 24 માર્ચ 2000 ના રોજ થયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે, તેમનું બાળક જોઈ નથી શકતું 24 માર્ચ 2004 માં સાહિલના પિતાએ એસટી વિભાગમાં જોબ છોડી દીધી અને સાહિલના ભરણપોષણ અને તેના અભ્યાસમાં આગળ વધવા માટે હંમેશા સાથે રહેવાનું શરૂ કર્યું હતુ. હાલ ફોટોગ્રાફીનો બિઝનેસ કરે છે.