Home /News /junagadh /Junagadh : જીત બાદ ભાજપના ઉમેદવારે કરી અનોખી જાહેરાત, લોકોમાં ભારે કુતુહલ!

Junagadh : જીત બાદ ભાજપના ઉમેદવારે કરી અનોખી જાહેરાત, લોકોમાં ભારે કુતુહલ!

X
ભાજપ

ભાજપ ની જીતથી કાર્યકરો માં ખુશીનો માહોલ

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.જૂનાગઢમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જીતેલા ઉમેદવારે જીતની સાથે જ પ્રજાના કામ માટે કાર્યાલય ખોલવાની જાહેરાત કરી દીધી છે.

  Ashish Parmar Junagadh : વિધાન સભા જૂનાગઢ બેઠકના ભાજપના ઉમેદવાર સંજય કોરડિયાનો વિજય થયો છે. જૂનાગઢમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવારની જીત થતા જ કાલથી કાર્યાલય ખોલવાની જાહેરાત કરી દીધી હતી.

  જૂનાગઢ વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર સંજયભાઈ કોરડીયાની જીતની ખુશીમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જુનાગઢ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં પેંડા વહેંચી એક બીજાના મો મીઠા કરાવવામાં આવ્યા હતા અને ઢોલ નગારાના સુરે અને અબીલ ગુલાલની છોડો સાથે બહેનોએ ગરબે રમી જીતનો જબરદસ્ત જશ્ન મનાવ્યો હતો.


  20 રાઉન્ડના અંતે 82 હજારથી વધુ મત મળ્યા


  જૂનાગઢ વિધાનસભાના ઉમેદવાર સંજયભાઈ કોરડિયાને 20 રાઉન્ડ મત ગણતરીના અંતે કુલ 82737 મત મેળવ્યા હતા.કોંગ્રેસના ભીખાભાઈ જોશીને 42550 મત મેળવ્યા હતા અને સ આમ આદમી પાર્ટીના ચેતનભાઈ ગજેરાને 27005 મત મેળવ્યા હતા. ત્યારે આટલી જંગી લીડથી જીત થતાં સંજયભાઈના સમર્થકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.


  જૂનાગઢમાં હતો રસાકસીનો માહોલ


  ચૂંટણી જાહેર થઇ ત્યારે જૂનાગઢમાં પ્રજાનો મૂડ કઈ તરફ છે તે સરળતાથી નક્કી ન હોતું થતું. ત્યારે જૂનાગઢમાં ભારે રસાકસીનો માહોલ જામ્યો હતો. જેથી ભાજપ,કોંગ્રેસ તથા આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો.જ્યારે આ માહોલ વચ્ચે સંજય કોરડિયાએ બહુમતથી જીત પ્રાપ્ત કરી હતી.


  આવતીકાલથી જ કાર્યાલય શરૂ કરી દેવાનો વાયદો


  જૂનાગઢમાં ધારાસભ્ય તરીકે જંગી બહુમત પ્રાપ્ત કરતા સંજય કોરડીયાએ આવતીકાલે જ પ્રજા કાજે ધારાસભ્ય કાર્યાલય ખુલ્લું મૂકી દેવાની જાહેરાત કરી દીધી છે.

  First published:

  Tags: Local 18, ગુજરાત ચૂંટણી, જૂનાગઢ

  विज्ञापन
  विज्ञापन