Home /News /junagadh /Junagadh: જૂનાગઢ-ગીરના પક્ષીઓ પહોંચ્યા વિદેશ, ગુજરાતના પક્ષીઓ પર રહેશે સેટેલાઇટની નજર

Junagadh: જૂનાગઢ-ગીરના પક્ષીઓ પહોંચ્યા વિદેશ, ગુજરાતના પક્ષીઓ પર રહેશે સેટેલાઇટની નજર

ગુજરાત

ગુજરાત રાજ્ય આખી દુનિયામાં સેન્ટ્રલ ફ્લાય વેમાં મધ્યમાં આવે છે

વન વિભાગ દ્વારા સૌપ્રથમ વખત સેટેલાઈટ ટેલીમેટ્રી દ્વારા સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે સીએએફ દ્વારા ઇગલ અને પેલીડ હેરિયરની રસપ્રદ સ્થળાંતર પેટર્ન અંગેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ચાર પ્રજાતિઓ પર આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્?

વધુ જુઓ ...
    Ashish Parmar Junagadh : ગુજરાત વન વિભાગ દ્વારા સૌપ્રથમ વખત સેટેલાઈટ ટેલીમેટ્રી દ્વારા સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે સીએએફ દ્વારા ઇગલ અને પેલીડ હેરિયરની રસપ્રદ સ્થળાંતર પેટર્ન અંગેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ચાર પ્રજાતિઓ પર આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્થળાંતર દરમિયાન પક્ષીની ઝડપ અને તેનું ઊંચાઈનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત આ શિકારી પક્ષીઓ કેટલી ઊંચાઈ સુધી અને કેટલું લાંબુ અંતર કાપી કયા કયા દેશ અને વિદેશમાં પરિભ્રમણ કરે છે તે અંગેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક વર્ષથી આ અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો. સપોર્ટેડ ઇગલ ટોની ઇગલ અને પેલીડ હેરિયર તેમજ ગ્રેટર્સ ઈગલ સહિતના પક્ષીઓ ઉપર વિશિષ્ટ પ્રકારની ટેગ લગાવવામાં આવ્યો છે. ટેક લગાવ્યા બાદ આ પક્ષીઓને શિયાળા દરમિયાન માઇગ્રેશન કેવી રીતે કરે છે અને કેટલું કરી શકે છે તે અંગેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.

    ઉપગ્રહ સાથે કનેક્ટ હશે આ માઈક્રોચિપ્સ

    ચાર પ્રજાતિઓને જે ટેગ લગાવવાથી તે વિશિષ્ટ પ્રકારની માઈક્રોચીપ ઉપગ્રહ સાથે કનેક્ટેડ હોવાને કારણે પક્ષીની દરેક પ્રકારની હરકત સાથે નોંધણી થતી હતી આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને ભારતના પક્ષીઓ કેટલા સમય સુધી માઇગ્રેશન કરે છે અને કયા કયા સ્થળ ઉપર માઈગ્રેશન દરમિયાન તેઓનું રોકાણ થાય છે તે અંગેની અભ્યાસ કરવાનો હેતુ હતો.

    ગુજરાતના ગીર જંગલ વિસ્તારને કવર કરવામાં આવ્યું

    ગુજરાત રાજ્ય આખી દુનિયામાં સેન્ટ્રલ ફ્લાય વેમાં મધ્યમાં આવે છે, આથી ઇન્ડિયન સ્પોટેડ ઇગલ પક્ષીઓ ભારત અને પાકિસ્તાનમાં જ માઇગ્રેશન કરે છે તેવું નોંધાયું હતું જ્યારે ટાઉની ઇગલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો.ટાઉની ઇગલની નવી રેન્જ મળી આવી છે જે રજીસ્ટર થયેલું નથી તે દિશામાં પણ તેઓ ઉડતા નજરે પડ્યા છે. ટાઉની ઇગલ નામના પક્ષીઓ ગીર જંગલ  વિસ્તારમાંથી માઇગ્રેશન કરીને કઝાકિસ્તાન સુધી ફ્લાય કરતા નોંધાવવામાં આવ્યા છે.

    ગીર સાસણ થી લઈને આ પક્ષી રશિયા સુધી ગયા હોવાનું નોંધવામાં આવ્યું

    જેટલા પણ પક્ષીઓને ટેગ કરવામાં આવ્યા હતા તેમાંથી સૌથી નાનું પેલીડ હેરિયર નામનું પક્ષી હતું જે સૌથી વધારે માઇગ્રેશન કરીને દૂર ગયા હોવાનુંનોંધવામાં આવ્યું છે ગીર સાસણ થી લઈને આ પક્ષી રશિયા સુધી ગયા હોવાનું નોંધવામાં આવ્યું છે. શિકારી પક્ષીઓ જે માઇગ્રેશન કરે છે તે શિયાળો પૂર્ણ થવાનો હોય અને ઉનાળા શરૂ થવાની પહેલા શરૂ કરી દે છે જેમ જેમ તેઓ ફ્લાય કરતા જાય છે તેમ તેમ તેની ગતિમાં સતત વધારો થતો હોય છે. ગીર સાશણના જંગલમાંથી માઈગ્રેશન કરેલું હેરિયર એક જ દિવસમાં પાકિસ્તાન સુધી પહોંચી આવવાનું નોંધાયું છે. સૌથી આશ્ચર્યની વાત એ નોંધવામાં આવી છે કે જે પક્ષીઓ માઇગ્રેશન કરીને જે રૂટ પરથી પસાર થયા છે પરંતુ આ પક્ષીઓ એ જ રોડ ઉપરથી ઉડાન કરીને પરત આવ્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bird, Forest Department, Gir Forest, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन