Home /News /junagadh /Junagadh: પ્રવાસીઓથી ઉભરાયું ભવનાથ; હજુ ભીડ વધશે
Junagadh: પ્રવાસીઓથી ઉભરાયું ભવનાથ; હજુ ભીડ વધશે
પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાત લેશે.
ગિરનાર રોપ-વે શરૂ થયા બાદ બારેમાસ પ્રવાસીઓ આવે છે, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે .ત્યારે હાલ ભવનાથ પ્રવાસીઓથીઉભરાયું છે.
Ashish Parmar, Junagadh: સમગ્ર રાજ્યમાંથી રજાઓ માણવા માટે લોકો જૂનાગઢમાં આવી પહોંચતા હોય છે. જૂનાગઢમાં આવે અને ભવનાથની મુલાકાત ન લે તેવું ક્યારેય બનતું નથી. બહારથી આવતા લોકો માટે ભવનાથ એ ટુરીઝમ હોટસ્પોટ બન્યું છે. ભવનાથમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
રોપ- વે આવ્યા બાદ ભીડ વધુ
જૂનાગઢમાં ગિરનાર રોપ-વે શરૂ થયો છે, ત્યારથી અહીં પ્રવાસીઓની ભીડ બે ગણી થઈ ગઈ છે. ભવનાથમાં પ્રવાસીઓ અચૂક આવે છે, પરંતુ ગિરનાર પર મા અંબાના દર્શન કરવા માટે જાય છે.
ત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાંથી લોકો રજાઓ માણવા જૂનાગઢ આવી રહ્યા છે અને પ્રવાસીઓનો ધસારો જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે.
સ્કૂલોનો શૈક્ષણિક પ્રવાસ આવ્યો
સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક સ્કૂલોનો શૈક્ષણિક પ્રવાસ આવ્યા છે.તેમજ અનેક સ્કૂલોનો શૈક્ષણિક પ્રવાસ આવી રહ્યો છે.
રે જૂનાગઢની સંસ્કૃતથી બાળકો વાકેફ થઇ રહ્યા છે. આવનારા દિવસોમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાત લેશે.
અહીં મુલાકાતે જાય છે
જૂનાગઢમાં પ્રવાસીઓ ઝૂ, મ્યુઝિયમ, ગિરનાર, ભવનાથ, અશોક શિલાલેખ સહિતના ફરવા લાયક સ્થળની મુલાકાત લે છે. તેમજ ભવનાથમાં આવેલા આશ્રમમાં પણ દર્શન માટે પહોંચી જાય છે. ભવનાથમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.