Home /News /junagadh /Mahashivratri 2023: ભારતી આશ્રમમાં સદાવ્રત, શિક્ષણની જ્યોત કાયમી પ્રગટે, જૂઓ Video

Mahashivratri 2023: ભારતી આશ્રમમાં સદાવ્રત, શિક્ષણની જ્યોત કાયમી પ્રગટે, જૂઓ Video

X
ભારતી

ભારતી આશ્રમ નો કાર્યભાર સંભાળતા હરીહરાનંદ ભારતીબાપુ

જૂનાગઢનાં ભવનાથમાં ભારતી આશ્રમ આવેલો છે. શિવરાત્રીનાં મેળામાં અહીં લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદ લે છે. તેમજ અહીં 365 દિવસ ભજન, ભોજન ચાલે છે. સાથે અહીં વિદ્યાર્થીઓને શિક્ષણ પણ મળે છે.

Ashish Parmar, Junagadh: મહાશિવરાત્રીનું પર્વ ભવ્ય રીતે જૂનાગઢમાં ઉજવાય છે. દેશ વિદેશથી લોકો આ મહાશિવરાત્રીના પર્વમાં ભાગ લેવા માટે ઉમટી પડે છે. અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ભવનાથ મહાદેવ સાથે પણ જોડાયેલી છે. ત્યારે મહાશિવરાત્રીના જુના સંસ્મરણોને ભારતી આશ્રમ ભવનાથના હાલના મહંત મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુએ વાગોળ્યા હતા.

સરખેજથી રાવટી લઈને અવંતિકા ભારતીબાપુ આવતા

જૂનાગઢમાં ભારતી આશ્રમ આવેલો છે. આ ભારતીય આશ્રમના સ્થાપક વિશ્વંભર ભારતીબાપુ હતા. 1994માં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ જૂનાગઢ ખાતેના આશ્રમની સ્થાપના કરી હતી અને ભજન અને ભોજનનો પોતાના ગુરુ થકી મળેલો ઉપદેશ અવિરત રાખ્યો હતો. મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ આજે પોતાના દાદા ગુરુ અવંતિકા ભારતીબાપુ તથા પોતાના ગુરુ વિશ્વંભર ભારતી બાપુના આશીર્વાદ તથા ઉપદેશથી આશ્રમનું ખૂબ જ બખૂબી રીતે સંચાલન કરી રહ્યા છે.

વર્ષના 365 દિવસ ચાલે છે અહીં સદાવ્રત

આશ્રમમાં વર્ષના 365 દિવસ એટલે કે, રોજે સદા વ્રત ચાલે છે. દૂર દૂરથી આવતા લોકો અહીં આશ્રમની મુલાકાત લે છે તથા અહીં ભક્તિ ભાવથી બાપુના દર્શન કરી અને ભોજન પણ લે છે.

આ પણ વાંચો:  એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીની ગાડીમાં એવી વસ્તુ ફીટ કરી કે મિકેનિક જોઇને ચોંકી ગયો

ગીર ગાયની કરવામાં આવે છે અહીં સેવા

જૂનાગઢના ભવનાથ ખાતેના આશ્રમમાં 70 જેટલી ગાયનો નિભાવ કરવામાં આવે છે. અહીં ગાયોની સેવા અવિરત પણ શરૂ છે તથા વાંક્યા ખાતે આવેલ આશ્રમે પણ આ ગૌશાળા ચલાવવામાં આવે છે. અહીં ગાયોનો નિભાવ થાય છે.

1 થી 12 સુધીની શાળા પણ છાત્રાલય સાથે શરૂ છે

અહીં ભજન, ભોજન અને શિક્ષણની પણ જ્યોત સાથે ચાલુ છે. જેમાં 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને છાત્રાલય સાથે અહીં રહી અને અભ્યાસની સગવડતા પણ પૂરી પાડવામાં આવે છે.



અહીં લાખો લોકો કરશે ભોજન

હાલમાં મહાશિવરાત્રીના મેળા નિમિત્તે લાખો લોકો આશ્રમ ખાતે ભોજન લેવા માટે ઉમટી પડશે. જોકે આશ્રમ દ્વારા આ સમગ્ર આવનાર ભકતોની ભીડને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.
First published:

Tags: Bhavnath Junagadh, Fair, Junagadh news, Local 18, Mahashivratri