જૂનાગઢનાં ઉપરકોટનાં કિલ્લાનું રીનોવેશન મોટાભાગે પૂર્ણ થઇ ગયું છે. આગામી મહિનામાં જાહેર જનતા માટે ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મુકાશે. ઉપરકોટનાં કિલ્લાનું નવીનકરણ કરવામાં આવ્યું છે. જોવાલાયક સ્થળ બન્યું છે.
Ashish Parmar, Junagadh: છેલ્લા ત્રણ વર્ષોથી ઉપરકોટના કિલ્લા માટે રીનોવેશન પ્રક્રિયા શરૂ હતી જે હાલ પૂર્ણતાને આરે છે. ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં લોકો માટે ઉપરકોટનો કિલ્લો ખુલ્લો મુકાશે તેવી પણ એક શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉપરકોટ કિલ્લો હાલમાં પબ્લિક સમક્ષ નવા નજરાણા સાથે મૂકવામાં આવશે.
થોડા દિવસોમાં શિવની આરાધનાના દિવસો આવી રહ્યા છે
હવે થોડા દિવસોમાં જ શિવની આરાધનાના દિવસો એટલે કે શિવરાત્રી આવી રહી છે. શિવરાત્રીના સમય લાખોની સંખ્યામાં ભાવિક સમગ્ર દેશમાંથી ઉમટી પડતા હોય છે. ત્યારે જૂનાગઢમાં હાલ ઉપરકોટનું રીનોવેશન થયેલો કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. તો પબ્લિક પણ અચૂક પણે અહીં મુલાકાત લેશે તે નક્કી છે.
અનેક પ્રકારના નવા નજરાણા જોવા મળશે
અહીં ઉપરકોટનો કિલ્લો રીનોવેશન થયા બાદ લોકો સમક્ષ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં અનેક પ્રકારના નવા નજરાણા સાથે હાલ કિલ્લો લોકો સમક્ષ ખુલ્લો મુકાશે. જગ્યાએ વર્ષોથી ઝાડ ઊગી ગયા હતા અને જગ્યાઓ પણ અમુક સ્થળે લુપ્ત થઈ ગઈ હતી, તેવી તમામ જગ્યાએ હાલમાં ઝાડી ઝાંખરા દૂર કરી અને આ કિલ્લાને સુંદર રીતે બનાવવામાં આવી રહ્યો હતો. હાલ આ કિલ્લાને નવીનીકરણ સાથે સંપૂર્ણપણે જાહેર જનતા માટે ખુલ્લો મુકવા માટે તૈયાર રાખવામાં આવ્યો છે.
15 જેટલી તોપ મળી
આ કિલ્લાના ખોદકામ સમયે 15 જેટલી તોપ મળી આવી છે અને તે પણ હવે લોકો સમક્ષ મૂકવામાં આવશે. અત્યાર સુધી તોપ લોકોના ધ્યાને ન હોતી પરંતુ હવે આ ખોદકામ સમયે અચાનક તોપ મળી આવી છે. જેમાં હવે નવીનીકરણ સાથેનો કિલ્લામાં 15 તોપ પણ ઉમેરાશે.
જાહેર જનતા આ વિરાસતને સાચવે તે પણ જરૂરી
હાલ તો કરોડો રૂપિયાના ખર્ચે આ ઉપરકોટના કિલ્લાને રીનોવેશન કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. પરંતુ જાહેર જનતા આ જાહેર વિરાસતને સાચવે તે પણ જરૂરી છે. કોઈપણ જગ્યાએ કચરો ફેંકીને અથવા ગંદકી કરીને આ વિરાસતને ગંદી ના કરે અને તેનું મૂળ સ્વરૂપ હાલમાં જેવું છે. તેવું જાળવી રાખે તે પણ જરૂરી છે, કારણ કે આવનારા દિવસોમાં જો આ વિરાસતને જાળવવામાં નહીં આવે તો જૈસે થે પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે.
હાલમાં કોઈપણ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો નથી
હાલમાં ઉપરકોટ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યા બાદ સરકાર દ્વારા કોઈપણ કંપનીને આ કિલો સોપાયો નથી અથવા સરકાર પણ આ કિલ્લાનો સંચાલન કરશે નહીં જો યોગ્ય પ્રકારની સિક્યુરિટી સહિતની જવાબદારી સરકાર દ્વારા અથવા કોઈ કંપનીને સોંપવામાં નહીં આવે તો આ કિલ્લામાં આવારા તત્વો અવારનવાર આવી અને નુકસાન કરશે તે નક્કી છે.
લાઈટ એન્ડ સાઉન્ડ સહિતના દાવાઓ થયા હતા પોકળ
ભૂતકાળના સમયમાં અહીં લાઇટ એન્ડ સાઉન્ડ શો પર શરૂ કરાયો હતો. પરંતુ ફક્ત એક કે બે દિવસ જ આ શો શરૂ રહ્યો હતો ત્યારબાદ અહીંની તમામ વસ્તુઓ આવારા તત્વો ચોરી કરી ગયા હતા. ભવિષ્યમાં આવી વસ્તુનો પુનરા વર્તન ન થાય તે પણ ખૂબ જ જરૂરી છે જેથી કરીને હાલમાં સરકાર દ્વારા આ રીનોવેટ કરાવેલી કિલ્લાને જવાબદારી પૂર્વક સાચવણી માટે કોઈ કંપનીને અથવા સરકાર ખુદ અહીં સિક્યુરિટી રાખીને જવાબદારી લે તો જ આ કિલ્લાનું અસ્તિત્વ ટકી રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર