અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું જૂનાગઢના છાત્રોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં 1000 થી વધુ છાત્રો જોડ્યા હતા. તેમજ આગામી દિવસોમાં અમદાવાદ સેવા આપવા જશે.
Ashish Parmar. Junagadh : અમદાવાદમાં ભવ્ય રીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે પીએમ મોદીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જૂનાગઢના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીના પ્રોટોકોલના લીધે આમંત્રિત સંતો અને મહેમાનોને જ ઉપસ્થિત રહેવાનું હોય અનેક વિદ્યાર્થીઓ અને સંતો ત્યાં પહોંચી શક્યા ન હોતા જેથી સમગ્ર કાર્યક્રમને જિલ્લામાં બીએપીએસ સંસ્થાના વિદ્યાર્થીઓએ સીધુ પ્રસારણ નિહાળ્યું હતું.
1000 થી વધુ વિદ્યાર્થીઓ કરે છે સંસ્થામાં અભ્યાસ
જૂનાગઢ બીએપીએસની સ્કૂલિંગ સિસ્ટમ ચાલુ વર્ષથી જ શરૂ કરવામાં આવી છે. ત્યારે પહેલા વર્ષે જ 1,000 થી વધુ વિદ્યાર્થીઓ સંસ્થામાં અભ્યાસ માટે જોડાયા છે.કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાના હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે અમદાવાદ
અમદાવાદ ખાતે સતત એક મહિના સુધી સમગ્ર કાર્યક્રમ ચાલવાનો છે.ત્યારે પદ્ધતિસર ટુકડીઓ મુજબ વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવમાં સેવા અર્થે મોકલવામાં આવશે.