theft cctv junagadh: માંગનાથ રોડ પર આવેલ એક ટેક્સ્ટાઈલની દુકાનમાં તસ્કરોએ (theft in shop) તાળાં તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તાળું તો ન તૂટ્યું, પણ સીસીટીવી કેમેરામાં (cctv camara) આવી જવાની બીકે તેઓ સીસીટીવી કેમેરા તોડીને સાથે લઈ ગયા હતા.
જૂનાગઢઃ જૂનાગઢમાં (Junagath news) આવેલ માંગનાથ રોડ(Mangnath) પર ગઇકાલે તસ્કરોએ (Thieves) તરખાટ મચાવ્યો હતો, જેનો સીસીટીવી (CCTV) વીડિયો સામે આવ્યો છે. માંગનાથ રોડ પર આવેલ એક ટેક્સ્ટાઈલની દુકાનમાં તસ્કરોએ તાળાં તોડવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. તાળું તો ન તૂટ્યું, પણ સીસીટીવી કેમેરામાં આવી જવાની બીકે તેઓ સીસીટીવી કેમેરા તોડીને સાથે લઈ ગયા, તેવું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે.
આ અંગે વધુ વાત કરતાં ક્લોથ એન્ડ રેડીમેઈડ એસો.ના મહામંત્રી ચંદ્રકાન્ત દક્ષિણાએ જણાવ્યું કે, તા.25મી ઓગષ્ટના રોજ રાત્રીના સવા બાર વાગ્યાની આજુબાજુ માંગનાથ રોડ પર આવેલી દુકાનના તાળા (Lock) તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે અંગેની સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, આ તસ્કરો માઢ સ્ટ્રીટ તરફથી આવ્યાં હતાં. તેઓના ચહેરા પર રૂમાલ બાંધેલા હતા, તેઓએ કોઈ ઓજાર વડે માંગનાથ રોડ પર આવેલ શ્રીનાથજી માર્કેટની ત્રણ દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી છે અને એક કેમેરો સાથે પણ લઈ ગયાં છે.
આજરોજ તા.26મી ઓગષ્ટના રોજ આ સમગ્ર ઘટનાની જાણ થતાં માંગનાથ રોડના દુકાનધારકો આઝાદ ચોક ખાતે આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવ્યાં, આ અંગે જૂનાગઢ પોલીસને (Junagadh Police) જાણ કરતાં તેઓએ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અનુસંધાને જૂનાગઢ પોલીસ દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી કે, આગામી ચોવીસ કલાકમાં તસ્કરોને પકડી પાડવામાં આવશે, તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે.