જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. હાલ અહીં શાકભાજી ઉગાડવામાં આવી રહ્યાં છે. પોલીસ પરિવારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. હાલ અહીં શાકભાજી ઉગાડવામાં આવી રહ્યાં છે. પોલીસ પરિવારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
Ashish Parmar, Junagadh : આજકાલ પેસ્ટ્રીસાઈડ યુક્ત દવાના ઉપયોગથી અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. લોકોના આરોગ્યને નુકસાન પહોંચી રહ્યું છે. જૂનાગઢમાં રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા દ્વારા પોલીસ પરિવારોના આરોગ્યને ધ્યાન પર લઈ અને પ્રાકૃતિક ખેતીનું વાવેતર કરવાનું નક્કી કર્યું છે. જૂનાગઢ પોલીસ ટ્રેનીંગ કોલેજમાં પડતર પડેલી જમીનમાં જુદા જુદા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ પ્રકારના શાકભાજીનું કર્યું છે વાવેતર હાલમાં કુલ 12 વીઘા જમીનમાં ગુવાર, દૂધી, ભીંડો, ચોળી સહિતના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શાકભાજીનું પ્રાકૃતિક રીતે વાવેતર કરવામાં આવે છે. શાકભાજીમાં જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે છે.
આ રીતે જીવામૃત બનાવાય છે. આ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બનાવી જમીનને હેરફેર કરવામાં આવે છે. જેમાં ટોટલ 4 અલગ અલગ રીતે જમીનને હેરફેર કરીને ગૌમુત્ર, લીમડાના પાણી, ફૂગ ન આવે તે માટે આકળાનો બોળો સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પાકમાં ખૂબ સારો ઉગાવો મળી રહે. આટલા લોકોની કમિટી બની આ પ્રાકૃતિક ખેતીનું વાવેતરમાં જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાના સીધા માર્ગદર્શનમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ તથા 4 કોન્સ્ટેબલનો સમાવેશ કરી કમિટી બનાવવામાં આવી છે. જે આ પ્રાકૃતિક ખેતીમાં થતાં વાવેતરમાં સમગ્ર દેખરેખ રાખી રહ્યા છે. કમાણીનો સમાવેશ વેલ્ફર ફંડમાં ઉપયોગ
આ શાકભાજીના વેચાણથી જે આવક ઊભી થાય છે, તે આવક મદદથી બિયારણ, પાવડો, ત્રિકમ , કોદાળી સહિતના ઓજારો લેવામાં આવ્યાં છે અને જરૂર મુજબનો ખર્ચ પતી ગયા બાદ આ બધી આવકને પોલીસ વેલ્ફેર ફંડમાં જમાં કરવામાં આવશે. જેથી વેલફેર ફંડની એક કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટી માં 2 DySP, 1 PI , 1 PSI , 1 OS નો સમાવેશ કરવામાં આવ્યો છે.
નિષ્ણાંતો આપી રહ્યા છે સલાહ આ પ્રાકૃતિક ખેતીમાં ઉગાવો સારો આવે તે માટે હાલમાં કૃષિ યુનિવર્સિટી હોર્ટીકલ્ચરના નિષ્ણાતો સેવા આપી રહ્યા છે. જેમાં નિષ્ણાંતો સારો ઉગાવો મળે અને વાવેતરમાં જે પણ જરૂર પડે તે પ્રકારે સલાહ સૂચન આપી રહ્યા છે.
જૂનાગઢ રેન્જ આઇજીના માર્ગદર્શનમાં કામગીરી હાલમાં આ પ્રાકૃતિક ખેતીનું વાવેતર જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા સીધા માર્ગદર્શનમાં કામગીરી થઇ રહી છે. ત્યારે જૂનાગઢ ઉપરાંત અમદાવાદ કરાઈ ટ્રેનીંગ સેન્ટર ખાતે પણ આ આયોજન કરાયું છે. હાલમાં ત્યાં પણ પ્રાકૃતિક ખેતી થઈ રહી છે.