Home /News /junagadh /ગિરનાર પર યાત્રાળુઓનું કીડીયારું ઉભરાયું; રોપ-વે સાઇટ પર લાંબી કતારો જોવા મળી

ગિરનાર પર યાત્રાળુઓનું કીડીયારું ઉભરાયું; રોપ-વે સાઇટ પર લાંબી કતારો જોવા મળી

X
At

At Girnar

દિવાળીની રજાઓમાં વિવિધ પ્રવાસન સ્થળો સહિત જુનાગઢ ગિરનાર ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી, જુઓ Video માં તમામ દ્રશ્યો

ગુજરાતના મહત્વના યાત્રાધામ (Gujarat Tourism)પૈકીના એક ગિરનાર પર્વત (Girnar)પર દિવાળીની રજાનો આનંદ માણવા પ્રવાસીઓ (Tourist) દૂરદૂરથી ઉમટી પડ્યાં છે. પરિણામે ગિરનાર પર્વત પર યાત્રાળુઓનું કીડીયારું ઉભરાયું હોય, તેવા દ્રશ્યો જોવા મળ્યાં. સાથોસાથ ગિરનાર રોપવેની (Girnar Ropeway) સફર માટે સતત છેલ્લાં ત્રણ દિવસથી લાંબી કતારો જોવા મળી રહી છે, ત્યારે હજ્જારો યાત્રાળુઓ ગિરનાર તથા જૂનાગઢનો પ્રવાસ કરીને દિવાળીની રજાની (Diwali 2021) મજા માણતાં જોવા મળી રહ્યાં છે.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે લોકોમાં વ્યાપેલા ભયની અસર દિવાળીની ઉજવણી પર પણ જોવા મળી હતી, પરંતુ આ વર્ષે વેક્સિનેશન તથા કોરોના કેસની સંખ્યા કાબુમાં આવતાં લોકો દિવાળીની મજા માણવા ગાંડાતુર થયાં છે. એવામાં સૌરાષ્ટ્રના પ્રવાસન ક્ષેત્રોમાં જૂનાગઢ, ગિરનાર અને સાસણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

જૂનાગઢ દિનપ્રતિદિન પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે, ત્યારે ગિરનાર પર રોપવે આવવાથી ગિરનારની સફર સૌ કોઈ માટે સહેલી બની છે. પરિણામે, દિવાળીના તહેવારોમાં મળેલી રજાનો આનંદ લૂંટવા દૂરદૂરથી યાત્રાળુઓ ગિરનાર પર્વત પર ઉમટી પડ્યાં છે. ખાસ કરીને અંબાજી સુધી યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર ગિરનાર રોપવે જ નહીં, પરંતુ સીડી દ્વારા ચડીને આવવા વાળા યાત્રાળુઓની સંખ્યા પણ એટલી જ નોંધવામાં આવી છે.

યાત્રાળુઓના કહેવા મુજબ; શિયાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ગિરનાર પર આહલાદક વાતાવરણ હોવાને કારણે યાત્રાળુઓ અનેરો આનંદ માણી રહ્યાં છે. ગિરનાર રોપવે મારફતે સફર કરવા માંગતા યાત્રાળુઓ કલાકો સુધી લાઈનમાં ઊભીને પણ ગિરનારની સફર કરી રહ્યાં છે, ત્યારે એટલું સ્પષ્ટ છે કે, પ્રવાસન સ્થળોમાં મોટી સંખ્યામાં જોવા મળેલી જન મેદની, કોરોના મહામારીને ભૂલીને તહેવારોમાં મળેલી રજાનો આનંદ માણવામાં વ્યસ્ત થઈ ગઈ છે.
First published:

Tags: Crowd, Girnar, Girnar ropeway, Gujarat Tourism, Happiness, Holidays, Tourist, Winter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો