Home /News /junagadh /Junagadh: ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગુવાર 70 રૂપિયા કિલો

Junagadh: ઉનાળાના પ્રારંભે જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગુવાર 70 રૂપિયા કિલો

જુનાગઢ માર્કેટિંગ યાર્ડ

સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં લીલા શાકાભાજી વધુ પ્રમાણમાં આવતા હોય છે. અને ભાવ પણ સામાન્ય હોય છે. જૂનાગઢમાં ઉનાળાનો પ્રારંભ થયો નથી, તે પહેલા ભાવ આસમાને પહોંચી ગયા છે.

Ashish Parmar, Junagadh: ઉનાળાની સિઝનનો પ્રારંભ થયો નથી, તે પહેલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જૂનાગઢ યાર્ડમાં આજે ગુવારનાં ભાસ સૌથી વધુ રહ્યાં હતાં. એક કિલો ગુવારનાં 70 રૂપિયા ભાવ રહ્યા હતા. અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો હતો.

ગુવાર, ચોળી સહિતના શાકભાજી થયા મોંઘા

જૂનાગઢ યાર્ડમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેમાં એક મણના ગુવારના 1400, તુરિયાના 1000, ભીંડાના 1100, ચોળીના 1000, લીલા વાલના 1200 રૂપિયા ભાવ રહ્યો હતો. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.



શાકભાજીના ભાવ બજારમાં પહોચા બે ગણા થઈ જાય

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ શાકભાજી વેચવામાં આવે છે.આ શાકભાજી બજારમાં પહોચા ભાવ ડબલ થઇ જાય છે. છૂટક માર્કેટમાં શાકભાજીના ભાવ બેગણા વધી જાય છે. તેમજ આવનારા દિવસોમાં શાકભાજીના ભાવ હજુ પણ વધશે, તેવી શક્યતાઓ હાલમાં વ્યક્ત થઈ રહી છે.
First published:

Tags: Junagadh news, Local 18, Price, Price Hike, Vegetable