Home /News /junagadh /Junagadh: જાણીને નવાઈ લાગશે, શેવાળનો સલાડમાં ઉપયોગ કરી શકાય; આટલા તત્વો છે

Junagadh: જાણીને નવાઈ લાગશે, શેવાળનો સલાડમાં ઉપયોગ કરી શકાય; આટલા તત્વો છે

X
સંશોધન

સંશોધન કરવામાં આવ્યું તે લીલ

જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વધુ એક શોધને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી છે.દરિયાઈ શેવાળ ઉપર સંશોધન કરી આલજિનેટ નામનું તત્વ મેળવવામાં યુનિવર્સીટીના લાઈફ સાયન્સ વિભાગને સફળતા મળી છે.

Ashish Parmar, Junagadh: જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સમયાંતરે જૂદા જુદા સંશોધન થતાં રહે છે. વિદેશનાં કેટલાક દેશમાં શેવાળનો સલાડમાં ઉપયોગ કરવામાં આવે છે. આ શેવાળ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. વેરાવળ આસપાસનાં દરિયા કાંઠા પર 80 થી 82 પ્રકારના શેવાળ જોવા મળે છે. શેવાળ કે લીલીને વૈજ્ઞાનિક ભાષામાં સી વીડી પણ કહે છે.

આ સંશોધનને મળી આંતરાષ્ટ્રીય પ્રસિદ્ધિ

તેમાંથી 4 જાતિના શેવાળને એકત્ર કરી તેમાંથી આલ્જીનેટ જનરેટ કરવામાં સફળતા મળી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગના હેડ ડો. સુહાસ વ્યાસ અને પીએચડી કરતા કિરણ ડાંગરે આ સંશોધન કર્યું છે.તેને આંતરરાષ્ટ્રીય જ્ગર્લ્સ પ્લાન્ટ ટુડેમાં પ્રસિદ્ધિ મળી છે.આજ સુધી માત્ર બે જાતના શેવાળમાંથી આલ્જીનેટ જનરેટ કરવામાં ભાવનગર મરીનને સફળતા મળી છે.

શું હોય છે આલજીનેટ અને તેનો ક્યાં ઉપયોગ થાય છે

સીવીડમાંથી મળતા આલ્જીનેટ નામના સત્વની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે. તેનો ઉપયોગ કોસ્મેટિક વસ્તુ બનાવવામાં અને દવાઓમાં થાય છે. આ પ્રોડક્ટ કોસ્મેટિક વસ્તુઓ બનાવવામાં ખુબ જ વપરાય છે.આ ઉપરાંત દવા બનાવતી વખતે તેનો ઉપયોગ થાય છે. સીવીડ બાયો ફર્ટિલાઇઝર પણ છે. એટલું જ નહીં તેમાં ભરપૂર પોષક તત્વો હોવાથી તેના અન્ય ઉપયોગ પણ થાય છે.

વિદેશીઓ કરે છે સલાડમાં ઉપયોગ

ચાઇના, જાપાન અને કોરિયા જેવા વિક્સિત દેશોમાં શેવાળનો ઉપયોગ ખોરાક તરીકે કરવામાં આવે છે. કુદરતે આ ખજાનો સોરઠના સાગર કાંઠા ઉપર ભરપૂર માત્રામાં વેર્યો છે. અહીં જે 82 પ્રકારના શેવાળ થાય છે.

તેમાંથી અલગ અલગ પોષક તત્વો શોધવામાં આવે તો આવનારા સમયમાં માનવ જાતને ટકાવી રાખવા માટે પણ તે મહત્વની પુરવાર થશે. સીવીડમાં કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીન ઉંચી માત્રામાં હોય છે. આથી તેના જુદા જુદા ઉપયોગ શું થઇ શકે તેમાં વિજ્ઞાનનો સહારો લઈને આગળ કામ કરવામાં આવશે.

આ રીતે કરવામાં આવી પ્રક્રિયા

દરિયાઈ લીલના રંગોમાં વિવિધતા એ તેમાં રહેલા રંજકદ્રવ્યોને આભારી છે. જે પૈકી ભૂખરી (કથ્થઈ) રંગની લીલએ આજીનેટ ઉત્પન્ન કરવા માટે સક્ષમ એક માત્ર જૂથ છે. આલ્જીનેટએ એક પ્રકારના પોલીસેકેરાઇડ્સ છે. જે ભૂખરી (કથ્થઈ) લીલની કોષદિવાલ અને અંતરકોષીય મ્યુસિલેજમાંથી ઉત્પન્ન થાય છે. જેમાંથી ઉંચા તાપમાને પણ ઓગળે નહીં અને સ્થિર રહી શકે તેવી જેલી બને છે. જેનો ઉપયોગ ફૂડ ઇન્ડ્રસ્ટીઝ, ટેક્સટાઇલ ઇન્ડ્રસ્ટીઝ તથા મેડિકલ ક્ષેત્રે ડ્રગ ડીલીવરી સિસ્ટમમાં થાય છે.

હજુ પણ સંશોધન ચાલુ છે

આ સંશોધન હજુ પણ ચાલુ છે. જેમાં શેવાળની અન્ય પ્રજાતિમાંથી પોષકતત્વો શોધવામાં આવશે. સંશોધનકર્તાઓના સંશોધનના ભાગરૂપે વેરાવળના દરિયાકિનારેથી અલ્જીનેટ ઉત્પન્ન કરતી ભૂખરી કથ્થઈ લીલમાંથી સરગાસમ ટેનેરિયમ, ટિકિટઓટા, ટાયકોટોમાં, સ્પેટોગલોસમ, એસ્પરમ અને આયગારીયા સ્ટેલાટા નામની 4 પ્રજાતિઓ લઇ તેના શુષ્કવજનના 15-20% જેટલા સોડિયમ આલજીનેટનું નિષ્કર્ષણ કરી તેમાં રહેલ પ્રોટીન અને કાર્બોદિતોનો અભ્યાસ કર્યો. જેમાં પ્રોટીનનું પ્રમાણ 15% અને કર્બોદિતનું પ્રમાણ 30-60% જેટલું હોવાનું નોંધાયું હતું.

phD ના વિદ્યાર્થીઓને મળતું ભથ્થું મદદરૂપ

હાલમાં પીએચડીમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને નિયત કરેલ મર્યાદામાં ભથ્થું આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને સંશોધનમાં ખૂબ જ મદદ મળી રહે છે. જેનાથી તે પોતાનું સંશોધન નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરી લે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો,આ રહ્યું અમારું મેઇલ આઇડી : ashish.parmar@news18.in , મો. : 7048367314.જેમાં તમારી વિગત, સંપર્ક નંબર મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.
First published:

Tags: Local 18, Reserch, Science, University