Home /News /junagadh /Junagadh: જૂનાગઢની એક સંસ્થાએ જંગલને કર્યું સ્વચ્છ, લોકોએ પણ કર્યા વખાણ

Junagadh: જૂનાગઢની એક સંસ્થાએ જંગલને કર્યું સ્વચ્છ, લોકોએ પણ કર્યા વખાણ

વસુંધરા નેચર ક્લબ વર્ષોથી પર્યાવરણ સાથે જોડાયેલું અને તેને બચાવવા સતત પ્રયત્નશિલ

આ સંસ્થા દ્વારા ભજન જુદા જુદા અનેક રીતે કાર્ય કરવામાં આવે છે જેમાં માટીના ગણેશ પર્યાવરણ બચાવવાની વસ્તુઓ ,જુદા જુદા કેમ્પેઇન, અને નેચરલ ક્લબ પણ ચલાવવામાં આવે છે.

    Ashish Parmar Junagadh : વર્ષમાં એક વાર થતી પરિક્રમા જંગલમાં ઘણા વર્ષોનું નુકશાન કરીને જાય છે અને આ નુકશાન કોનું??? આપણા સૌનું. 12-14 લાખ જેટલાં પરિક્રમાર્થીઓ દ્વારા જાણતા અજાણતા માત્ર 5 જેટલાં દિવસોમાં લાખો ટન પ્લાસ્ટિક નો કચરો કરવામાં આવે છે જેને ઘણી બધી સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા પરિક્રમા પહેલા અને પરિક્રમા બાદ આ પ્લાસ્ટિકને એકત્ર કરવામાં આવે છે.

    ગિરનારમાં અંબાજી માતાના બેસણા છે સાથે જ એમના વાહન સિંહનું નિવાસસ્થાન પણ તો ગિરનાર જ છે.. આમ ધર્મ અને કુદરત એક બીજા સાથે સુમેળ ભર્યા સંબંધ ધરાવે છે પણ સ્વયંશિસ્ત ના અભાવને લીધે વિના કારણ આટલુ પ્લાસ્ટિક જંગલમાં જાય છે.જેટલું પ્લાસ્ટિક ઘરેથી લઈને લોકો આવે છે તે બધું જ પ્લાસ્ટિક જંગલમાં નુકશાન કરી રહ્યું છે.



    આવા પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું જેમાં 50 જેટલાં સ્વયંસેવકો જોડાયા હતા અને પ્લાસ્ટિક નો કચરો એકત્ર કર્યો હતો.108 બોરા થઈને અંદાજે 800 કિલો પ્લાસ્ટિક જેટલું એકત્ર કરીને નિકાલ કરવામાં આવ્યો હતો.

    આ સંસ્થા સાથે અનેક લોકો જોડાયા છે.

    આ સંસ્થા દ્વારા ભજન જુદા જુદા અનેક રીતે કાર્ય કરવામાં આવે છે જેમાં માટીના ગણેશ પર્યાવરણ બચાવવાની વસ્તુઓ ,જુદા જુદા કેમ્પેઇન, અને નેચરલ ક્લબ પણ ચલાવવામાં આવે છે જેમાં સાપ સહિતના અનેક જંગલી પ્રાણીઓનું રક્ષણ કાજે રેસ્ક્યુ પણ કરતા હોય છે. શિક્ષકો પ્રોફેસરો તથા અનેક અવનવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકો આ સંસ્થામાં હાલ કાર્યરત છે.



    આ કામ પણ કર્યું હતું

    બાર વર્ષ થી જૂનાગઢના મૂર્તિ વિસર્જિત જળાશયોની સફાઈ દરમિયાન આ ક્લબને એક વસ્તુ ધ્યાનમાં આવી કે જૂનાગઢમાં કોઈ જ માટીના મૂર્તિ બનાવતું નથી જેથી પીઓપીની મૂર્તિ બનાવતા દરેક જળાશયો પણ પ્રદૂષિત થાય છે અને પીઓપીની મૂર્તિ જલ્દીથી પાણીમાં ઓગળતી નથી જેથી પર્યાવરણને પણ નુકસાન થાય છે આ કારણથી પ્રેરણા લઈને છેલ્લા છ વર્ષથી માટીના ગણેશની મૂર્તિ બનાવવામાં આવે છે અને નજીવા દરે આ મૂર્તિનું વેચાણ કરવામાં આવે છે

    લોકોને માટીના ગણેશ માટે જાગૃત કર્યા

    જૂનાગઢમાં એક સમય એવો હતો કે પીઓપી મૂર્તિ સિવાય એક પણ મૂર્તિ જૂનાગઢમાં બનતી નહોતી જે બાબતથી પ્રેરણા લઈને જુનાગઢ વસુંધરા માટીના ગણેશ બનાવવાની શરૂઆત કરી છે જેને લઇને જૂનાગઢની જનતાનો પણ મળ્યો હતો અને જૂનાગઢના લોકો માટીના ગણેશ સ્થાપન કરવા માટે જાગૃત કર્યા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Wildlife, જંગલ, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन