Home /News /junagadh /Junagadh: ગરવા ગઢ ગીરનાર પર સર્જાયા આહલાદક દ્રશ્યો, જુઓ Video 

Junagadh: ગરવા ગઢ ગીરનાર પર સર્જાયા આહલાદક દ્રશ્યો, જુઓ Video 

ગીરનાર

ગીરનાર પર આવેલું અંબાજી મંદિર

જ્યારે જ્યારે ધોધમાર વરસાદ અને વાવાઝોડું હોય છે ત્યારે વેપારીઓ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય છે ત્યાં ફરવા આવનાર વ્યક્તિ માટે તે એક આહલાદક અને ખુશનુંમાં વાતાવરણ હોય છે


    • Ashish Parmar, Junagadh: ચોમાસાની ઋતુનું શરૂઆત થાય ત્યારે જૂનાગઢમાં આહલાદક વાતાવરણ જોવા મળે છે આહલાદક વાતાવરણની શોભા વધારતો ગીરનાર વાદળોની ચાદર ઓઢી લેતો હોય છે. ચોમાસાની ઋતુ શરૂ થતા જ દૂર દૂરથી લોકો પણ આ વાતાવરણનો અનુભવ લેવા આવતા હોય છે ત્યારે News 18ની ટીમ દ્વારા ત્યાં વેપાર કરનાર વેપારીઓની ખૂબ ધોધમાર વરસાદ અને વાવાઝોડા સમયે કેવી પરિસ્થિતિઓ હોય છે અને તેઓ કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરે છે તે વેપારીઓએ કેવું કેવું નુકશાન ભોગવવું પડ્યું હોય છે સહિતની બાબતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાં પેઢીઓથી વ્યવસાય ધરાવતા વેપારીઓએ પોતાની વ્યથા જણાવી હતી.

      3000 ફૂટની ઊંચાઈ પર નેટવર્ક કવરેજ પણ આવતું નથી

      3000 ફૂટની ઊંચાઈ પર રહેલા વેપારીઓ કે જ્યાં અંબાજીનું મંદિર આવેલું છે ત્યાં આસપાસ રહેલા વેપારીઓની કહેવું છે કે આ ઊંચાઈ પર ક્યારેક ક્યારેક નેટવર્ક કવરેજ પણ આવતું નથી અને ભયંકર વાવાઝોડું તથા વરસાદની સ્થિતિમાં અમે સંપર્ક વિહોણા પણ થઈ જઈએ છીએ જેથી અમારા લાખોના માલને પણ ક્યાંક ક્યાંક નુકસાન પણ થતું હોય છે.

      હજારો પ્રવાસીઓ આવે છે આ નજારોનો આનંદ માણવા

      વરસાદ શરૂ થતા જ હાલાદક અને સાપુતારાની જેમ જ અહીંનું ખુશનુંમાં વાતાવરણ ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓને પણ આનંદિત કરે છે શિયાળાની ઋતુનું દરમિયાન પણ ખૂબ મોટા પ્રમાણમાં જૂનાગઢ તો ઠીક પરંતુ બીજા રાજ્ય તથા જિલ્લાઓમાંથી પણ લોકો અહીં ગીરનારમાં ફરવા માટે આવતા હોય છે

      આવનારા દિવસોમાં પણ લોકોની ભીડ ઉમટશે

      આવનારા દિવસોમાં લોકોની ભારે ભીડ જોવા મળશે કારણ કે શિયાળો આવી રહ્યો છે તેથી ઠંડીની ઋતુમાં લોકો ગીરનાર ચડવું ભારે પસંદ કરતા હોય છે જેથી ઘણા લોકો પોતાની માનતા લઈને પણ ગીરનાર ચડવા માટે આવતા હોય છે અને ઘણા લોકો ગીરનારનું વાતાવરણ માળવા માટે ખાસ બીજા રાજ્ય તથા જિલ્લાઓમાંથી પણ આવતા હોય છે. અહીં પરિવાર સાથે આવતા લોકો ગીરનારમાં ભોજન માણવાનું પણ ભારે પસંદ કરતા હોય છે કારણ કે પરિવાર સાથે લાંબી રજા પર જુનાગઢ ફરવા આવવા માટે પર્યટન સ્થળ માટે પણ એક અલગ છાપ જૂનાગઢની ઊભી થઈ છે.

    First published:

    Tags: Junagadh news, Junagadh Samachar, જૂનાગઢના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन