ભવનાથમાં શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડમાં શિવરાત્રીની મધ્યરાત્રીનાં સાધુઓ સ્નાન કરે છે. મૃગીકૃંડ રાજા ભોજ અને અશ્વત્થામા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
ભવનાથમાં શિવરાત્રીનાં મેળાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડમાં શિવરાત્રીની મધ્યરાત્રીનાં સાધુઓ સ્નાન કરે છે. મૃગીકૃંડ રાજા ભોજ અને અશ્વત્થામા સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાય છે. આદીકાળથી મેળા થઇ રહ્યો છે. શિવરાત્રીનાં મધ્યરાત્રીનાં રવાડી નિકળે છે. રવાડી બાદ સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે. મૃગીકુંડનું ધાર્મીક મહત્વ અને તેની સાથે અનેક કથાઓ જોડાયેલી છે. ગિરનાર તળેટીમાં ભવનાથ મંદિર અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલ છે. લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વત્થામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં સ્નાન કરે તેવી કથા પણ છે.
શું છે સમગ્ર ઇતિહાસ
ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડની કથા અનુસાર કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે, રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઇ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કૂદે છે. સ્ત્રીનું મોઢુ હરણનું છે, પણ શરીર મહિલાનું છે. રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઇ આવી શક્યો. પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી. વિદ્રાનો કોઇ માર્ગ શોધી ન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો.
ઉધર્વરેતાએ મૃગમુખીને માનવીની વાચા આપી. ગયા ભવમાં ભોજસિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઇ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ. નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું. ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.
કેમ બન્યો મૃગી કુંડમાં
રાજા ભોજે પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો. તે કુંડ એટલે મૃગી કુંડ. બન્ને કથા લોકાધારિત છે પણ ભવનાથનો મહિમા તેમાથી જોઇ શકાય છે. શિવરાત્રીની રાતે જટાધારી, ભભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે. તલવાર, ત્રીશુલ, ચીપયા, ભાલાના અવનવા કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપુજા કરે છે.