2019 માં મળ્યું નાગરિકત્વ
જૂનાગઢના હેમાબેન આહુજાનો પાકિસ્તાનમાં જન્મ થયો હતો. હેમાબેન 10 વર્ષની ઉંમરે પોતાના પરિવાર સાથે પાકિસ્તાન છોડી ભારતમાં આવ્યા હતા અને જૂનાગઢના યુવક મનીષભાઈ આહુજા સાથે લગ્ન કર્યા હતા.21 વર્ષ બાદ મળ્યું ભારતનું નાગરિત્વ મળ્યું હતું અને મળ્યો મતદાનનો અધિકાર મળ્યો હતો. જૂનાગઢમાં રહેતા હેમાબેન આહુજાએ ભારતનું નાગરિકત્વ મળ્યા બાદ પ્રથમવાર મતદાન કર્યું છે.જૂનાગઢ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં રહેતા હિન્દુ ભારતીયોને નાગરિકત્વ આપવા માટે કાયદામાં સુધારો કર્યો છે. તમામ અધિકારો જિલ્લા કલેકટરને આપ્યા છે. તે મુજબ મૂળ પાકિસ્તાનમાં જન્મેલા હેમાબેન આહુજાને 2021 માં જૂનાગઢના નાગરિક બન્યા હતા.
હેમાબેન આહુજાએ જણાવ્યું હતું કે,21 વર્ષ પછી ભારતનું નાગરિકત્વ મળ્યું હતું અને પોતે પહેલી વખત જૂનાગઢમાં મતદાન કરી રહ્યા છે. પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવેલા હેમાબેન આહુજાએ વધુમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના મીરપુર ખાસમાં તેમનો પરિવાર રહેતો હતો અને ત્યાં પેટ્રોલ પંપનો વ્યવસાય કરતા હતા અને હેમાબેન આહુજા તેમના પરિવાર સાથે પાકિસ્તાન છોડી ભારત આવ્યા હતા.પહેલી વાર મતદાન કરી અનેરી ખુશી મળે છે અને દરેક ભારતના નાગરિકે મતદાન કરવું જોઈએ.કારણ કે મતદાન આપણો બંધારણીય હક છે.હેમાબેનનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો હતો ત્યારે ત્યાં પેટ્રોલ પંપ ચલાવતા હતાં. પ્રથમ હેમાબેનના એક ભાઇ અહી આવી સ્થાયી થયા હતા. વ્યવસાય શરૂ થતાં તમામ પરિવારના સભ્યો ભારતમાં સ્થાયી થયા હતા.
વર્ષ 2014માં જૂનાગઢના યુવાન સાથે લગ્ન કર્યા
વર્ષ 2014માં તેમને જૂનાગઢમાં રહેતા મનીષ આહુજા સાથે લગ્ન કર્યા હતા અને લગ્નબાદ 5 નવેમ્બર 2019 ના ધનતેરસના દિવસે જૂનાગઢના કલેકટરના હસ્તે તેમને ભારતનું નાગરિક અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યું હતું અને તેમને ભારતનું નાગરિકત્વ મેળવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર