જૂનાગઢ પ્રાંત અધિકારીની કચેરીમાં વ્યસન સામે સહી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ પહેલા સહી કરીને ઝૂંબેશની શરૂઆત કરી હતી. દરરોજ 50 થી વધુ લોકો સહી કરી રહ્યાં છે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢના તાલુકા સેવાસદનમાં લોકોને નશાથી મુક્ત કરવા માટે એક અનોખું સિગ્નેચર કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ શીર્ષક હેઠળ આ કેમ્પિંગ શરૂ કરાયું છે.
પ્રાંત અધિકારીએ પોતે સહી કરી અને શરૂઆત કરી
પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાએ આ કેમ્પેઇનની શરૂઆત પોતાથી જ કરી હતી. સૌપ્રથમ પોતે આ કેમ્પેઈન અંતર્ગત સહી કર્યા બાદ અનેક લોકોને સહી કરવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
મહત્વની વાત એ છે કે, ફક્ત સહી કરવાની જગ્યાએ અનેક લોકોએ ત્યાં નશો એ હાનિકારક છે,નશો કરવો નહીં સહિતના અનેક સૂચનો પણ ત્યાં લખ્યા છે. બીજા લોકો માટે પ્રેરણારૂપ પણ સાબિત થયા છે.
રોજે 50થી વધુ લોકો સહી કરે છે
શરૂ કરવામાં આવેલા આ કેમ્પેઇનમાં અનેક લોકો જોડાયા છે. રોજે 50થી વધુ લોકો સહી કરીને ઝુંબેશમાં જોડયા છે.એક યુદ્ધ નશે કે વિરુદ્ધ આ શીર્ષકને સંપૂર્ણ પ્રતિસાદ આપી રહ્યા છે અને પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કાર્યને લોકો વખાણી રહ્યા છે.
અહીં લોકોએ પણ સ્પષ્ટપણે લખ્યું છે કે, નશો ન કરવો જોઈએ, નશાથી નુકસાન થાય છે. લોકોના આટલા સુંદર પ્રતિસાદ જોઈને પ્રાંત અધિકારીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.