Home /News /junagadh /જૂનાગઢના કેશોદના DySPનું અનોખું સેવા કાર્ય, પોલીસ સ્ટેશનના પટાંગણમાં બનાવી ગૌશાળા

જૂનાગઢના કેશોદના DySPનું અનોખું સેવા કાર્ય, પોલીસ સ્ટેશનના પટાંગણમાં બનાવી ગૌશાળા

આ કામ માટે તેમની પાસે અનેક દાતાઓ પણ આવે છે અને જે અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે..

ગુજરાતના જુનાગઢ જિલ્લા આવેલ કેશોદ DySP ઓફિસ છે પરંતુ પેહલા નજરે બહારથી ગૌશાળા અને અંદર જઈએ તો બાળકોને જોઈ માનો કે કોઈ સ્કૂલ લાગે પરંતુ dysp જયવીર ગઢવી જેમને પોતાના માટે નહિ પરંતુ બીજા માટે જીવવા નક્કી કર્યું છે.

જૂનાગઢ જિલ્લા (Junagadh District)ના કેશોદનું પોલીસ સ્ટેશન (Keshod Police Station) પહેલી નજરે જોઇને ગૌશાળા (Gau Shala) જેવુ લાગે છે, ગરીબ લોકોના બાળકો DySPને જોઇને દોડી આવે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ રખડતી ગાયો પણ તેમને જોઇને તેમની પાસે આવી જાય છે. DySP જયવીર ગઢવીએ પોતાના માટે નહીં પરંતુ બીજાના માટે જીવવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે. DySPએ બાળકો માટે બગીચામાં હોય તેવી સુવિધા ઉભી કરી છે. ઉપરાંત રખડતી ગાયો માટે ડોમ બનાવી રહેવાની વ્યવસ્થા પણ કરી છે. ખૂબ જ ગરીબ હોય તેવા બાળકોને સ્કૂલમાં મોકલી તેમના માટે નાસ્તાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. DySPએ કચેરીમાં અનેક વૃક્ષો વાવી કુદરતી વાતાવરણ ઊભું કર્યું છે. હાલમાં DySP જયવીર ગઢવી અનોખા સેવા કાર્યોથી કેશોદમાં જાણીતા બન્યા છે.

પોલીસની કચેરી જવા બાળકો સામાન્ય રીતે ડરતા હોય છે પરંતુ ગુજરાતના એક એવા DySP છે કે જેમને જોઈ ગરીબ બાળકો દોડી આવે છે અને ખુશ થઈ જાય છે. માત્ર બાળકો નહિ પરંતુ રખડતી ગાયો અને આખલાઓ પણ તેમને જોઈ માનો દોડતા તેમની પાસે આવી જાય છે.



ગુજરાતના જુનાગઢ જિલ્લા આવેલ કેશોદ DySP ઓફિસ છે પરંતુ પેહલા નજરે બહારથી ગૌશાળા અને અંદર જઈએ તો બાળકોને જોઈ માનો કે કોઈ સ્કૂલ લાગે પરંતુ dysp જયવીર ગઢવી જેમને પોતાના માટે નહિ પરંતુ બીજા માટે જીવવા નક્કી કર્યું છે. તેમને રખડતી ગાયો અને આખલાઓ માટે ડોમ બનાવીને તેમના માટે ખાવા અને રહવાની વ્યવસ્થા ઉભી કરી દીધી છે.

આ પણ વાંચો- ગુજરાતના દરિયાકાંઠેથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડું

મહત્વ નું છે કે તેમને બાળકો માટે જે બાળકો ખુબજ ગરીબ અને કચરા વીણતાં હતા તેવા બાળકોને સ્કૂલમાં મોકલી રોજ તેમના માટે નાસ્તાની વ્યવસ્થા ઉભી કરી નાખી અને એ પણ મેનુ બનાવી ને. તેમના માટે રેહવા અને પાણીની પણ વ્યવસ્થા બનાવી દીધી છે. તેમને કચેરીમાં અનેક વૃક્ષો પણ લગાવીને કુદરતી વાતાવરણ ઉભુ કરી નાખ્યું છે. હાલ તેઓ કેશોદમાં આ મામલે ખૂબ જાણીતા બની ગયા છે.

મહત્વ ની વાત યે છે કે આ કામ માટે તેમની પાસે અનેક દાતાઓ પણ આવે છે અને જે અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે.
First published:

Tags: Gujarati news, Junagdh, Junagdh News