જૂનાગઢનાં જીઆઇડીસી વિસ્તારમાં એક સાથે ત્રણ કારખાનામાં ચોરીની ઘટના બની છે. તેમજ ત્રણ કારખાનામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તસ્કરો રૂપિયા 3 લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે.
Ashish Parmar, Junagadh : જૂનાગઢમાં ઠંડીનો જોરદાર ચમકારો જામ્યો છે, ત્યારે ચોરની ઊંઘ ઊડી ગઈ હોય તે રીતે એક સાથે છ કારખાનાઓમાં ચોરીની ઘટના સામે આવી છે. જૂનાગઢમાં જીઆઇડીસી વિસ્તારમાં એક સાથે છ કારખાનામાં ચોરી તથા ચોરીનો પ્રયાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાય છે.
આ જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ કારખાનાઓમાં ચોરી થઈ છે. જ્યારે બીજા ત્રણ કારખાનામાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ રાત્રિના સમયે આ વિસ્તારના કારખાનામાં તસ્કરો દ્વારા હાથ ફેરો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ ચોપડે ત્રણ લાખ રૂપિયા રોકડાની ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એક સાથે ત્રણ કારખાનાના તૂટ્યા તાળાં
તસ્કરોએ દિવાલ કૂદી અને કારખાનામાં પ્રવેશ કર્યો હતો અને કારખાનાના તાડા તોડી ચોરી કરવામાં આવી છે. એક સાથે ત્રણ કારખાનામાં ચોરી થઈ છે જ્યારે બીજા ત્રણ કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ જરૂરી
દોલતપરા નજીક જીઆઇડીસી વિસ્તારોમાં આજુબાજુ કોઈ પણ પ્રકારનો રહેણાંક વિસ્તાર નથી. જેથી અહીં રાત્રિના સમયે ચોરી કરવા માટે ચોરને છુટ્ટો દોર મળી જાય છે. જેથી બીજા કારખાનેદાર દ્વારા પેટ્રોલિંગ વધુ સઘન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર