Home /News /junagadh /Junagadh : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો અનોખો વિરોધ, પટાંગણમાં કર્યા ગરબા !

Junagadh : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો અનોખો વિરોધ, પટાંગણમાં કર્યા ગરબા !

જૂનાગઢ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ ગરબા કરી હડતાલ પર ઉતર્યા

જૂનાગઢ ટીબી વિભાગ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈ અનોખી રીતે વિરોધ કરતો નજરે પડ્યો છે.આઉટ સોર્સિંગ કર્મચારી સંઘ જૂનાગઢ જીલ્લો અચોકકસ મુદતની હડતાળ પર જઈ સરકારને પોતાની રજૂઆત કરાઈ

    ASHISH PARMAR JUNAGADH : જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક વિભાગો પોત પોતાની માંગને લઈને અલગ અલગ રીતે આંદોલનો કરી રહ્યા છે હાલમાં જુનાગઢમાં અનેક વિભાગના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે પગાર વધારો અને જુદી જુદી માંગો સાથે જુનાગઢ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પણ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. નવરાત્રીના તહેવાર નિમિત્તે અનોખી રીતે આ કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓને ગરબા કરતાં જોઇને દર્દીઓ અને તેમના પરિવારજનો પણ થોડીવાર જોવા એકત્રિત થયા હતા, તો બીજી બાજુ દર્દીઓને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

    હોસ્પિટલ ના મેદાનમાં ગરબે ઘૂમ્યા

    જૂનાગઢ ટીબી વિભાગ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈ અનોખી રીતે વિરોધ કરતો નજરે પડ્યો છે.આઉટ સોર્સિંગ કર્મચારી સંઘ જૂનાગઢ જીલ્લો અચોકકસ મુદતની હડતાળ પર જઈ સરકારને પોતાની રજૂઆત કરાઈ હતી.ટીબી વિભાગનાં કર્મીઓની જુનાગઢ સિવિલ વિભાગમાં ગરબા રમી પોતાની વિવિધ માગણીઓને લઈ સરકાર સુધી વાત પહોંચાડવા સિવિલ હોસ્પિટલ ના મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. ટીબી કર્મચારીઓ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે વર્તમાન સમયને ધ્યાને લઇ પગાર વધારો કરવામાં આવે તેમજ લાંબાગાળાની સેવાને ધ્યાને લઈ કમ્પેન્સેશનની જોગવાઇ કરવામાં આવે અને નિયમાનુસાર તમામ કર્મચારીઓને હંગામી માંથી કાયમી કરવા આદેશ આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓને લઈ જુનાગઢ આઉટ સોર્સીગ ટીબી કર્મચારીઓ દ્વારા ગરબે ઘૂમી સરકારમાં રજૂઆત કરાઈ હતી.

    બ્લડ ડોનેશન કેમ્પ કરાયો

    છેલ્લા સાત દિવસથી આ કર્મચારીઓ હડતાલ પર છે હજુ પણ જ્યાં સુધી માંગ સંતોષવામાં આવે નહીં ત્યાં સુધી આ હડતાલ હજુ પણ યથાવત રહેશે હાલમાં તો કર્મચારીઓ દ્વારા વિવિધ રીતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે જુનાગઢ ટીબી વિભાગના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ છે. નવરાત્રિના તહેવારને ધ્યાને લઈને ગરબા રમી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

    કર્મચારીઓની આ છે માંગ

    કર્મચારીઓ દ્વારા વર્તમાન સમયના ધ્યાને લઈને પગાર વધારો, લાંબા ગાળાની સેવા ને ધ્યાને લઈ કમ્પેન્સેશન, નિયમ અનુસાર હંગામી માંથી કાયમી કરવા માટે રજૂઆત, કરાર માંથી ગેર બંધારણીય શરતો દૂર કરવી સહિતની અન્ય 10 માંગો સાથે કર્મચારીઓ પોતાની હડતાલ પર અડગ છે હાલમાં આ ચોક્કસ મુદતની હડતાલ જ્યાં સુધી સરકાર કર્મચારીઓની માંગ સંતોષી નહીં ત્યાં સુધી શરૂ રહેશે તેવું જણાવ્યું હતું.
    First published:

    Tags: Navratri, જૂનાગઢ, હડતાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन