Home /News /junagadh /

Junagadh: વિસાવદરમાં સગીર ઉંમરના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર

Junagadh: વિસાવદરમાં સગીર ઉંમરના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર

વિસાવદર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બન્નેના મૃતદેહને પી.એમ માટે વિસાવદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ બંને સગીરોએ ક્યારે ગળાફાંસો ખાધો તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને તેમના પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    અતુલ વ્યાસ, જૂનાગઢ: વિસાવદર (Visavadar)માં સગીર પ્રેમી પંખીડા એ આત્મહત્યા (Suicide) કરી લેતા આખા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બંન્ને સગીર પ્રેમી પંખીડાએ પોતે એક ના થવાના હોય અંતિમ પગલુ ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ સગીર જોડાએ વિસાવદર (Visavadar Suicide Case) માં આવેલી એક વાડીમાં સજોડે ગળાફાંસા ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હાસમાં બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

    વિસાવદરમાં સગીર પ્રેમી પંખીડા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બંનેએ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની વીગત પ્રમાણે વિસાવદરમાં ખોડીયાર પરામાં રહેતા હરીભાઇ રામભાઈ પરમારની દીકરી (ઉ.વ. 17) તેમજ વિસાવદરના જુના બસ સ્ટેન્ડ નજીક રહેતા સૂજલ (ઉ.વ 17) બન્ને એ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

    આ પણ વાંચો- બોટાદ લઠ્ઠાકાંડની સુરતમાં અસર? લક્ઝરી બસના પાર્કિંગમાં યુવાન બેભાન અવસ્થામાં મળ્યો

    તારીખ. 26 જુલાઈના રોજ બંને પ્રેમીઓ ઘરેથી ભાગી ગયા હતા અને પરિવારને જાણ થતા પરિવારે શોધખોળ આદરી હતી પણ બંને મળી આવ્યા ના હતા ત્યારે આજે વિસાવદરના હનુમાન પરામાં રહેતા મનસુખ ભાઈ ખાવડુ પોતાની વાડી એ ગયા હતા. ત્યાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં જોયા હતા ત્યાર બાદ વીસાવદર પોલીસને જાણ કરતા વિસાવદર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને બન્નેના મૃતદેહને પી.એમ માટે વિસાવદર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

    આ બંને સગીરોએ ક્યારે ગળાફાંસો ખાધો તે દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને તેમના પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો- સુરતમાં પૈસા ઠગનાર આરોપીનું એકાઉન્ટ સિઝ કરતા મળી મોટી રકમ

    વિસાવદરમાં સગીર વયના પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા સાથે ચર્ચાનો વિષય પણ બન્યો છે. બંને એ શા માટે આત્મહત્યા કરી તે પોલીસ તપાસ બાદ સાચુ કારણ જાણવા મળશે. પરંતુ હાલમાં તો એક જ સ્થાને બે સગીરે આત્મહત્યા કરી લેતા આખા પંથકમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Junagadh news, Visavadar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन