Home /News /junagadh /વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દુબઇના પ્રેમીને મળવા યુવતીએ કરી નાંખ્યો મોટો કાંડ
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: દુબઇના પ્રેમીને મળવા યુવતીએ કરી નાંખ્યો મોટો કાંડ
7 ડીસેમ્બરના રોજ યુવતી પોતાના માતા-પિતાના ભોજનમાં ટીકડા નાખી તેમને બે ભાન કરી દીધા હતા.
Junagadh News: જૂનાગઢની એક યુવતી સોશિયલ મીડિયાના દુર્પયોગનો શિકાર બની છે. વર્ષ 2017માં યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી બરેલીના એહમદ નફીસ નામના શખ્સના પરિચયમાં આવી હતી. યુવકે તેને દુબઈમાં પોતાની હોટલો હોવાની વાત કરી લોભામણી લાલચો આપી હતી.
અતુલ વ્યાસ, જૂનાગઢ: જૂનાગઢની એક યુવતી સોશિયલ મીડિયાના દુર્પયોગનો શિકાર બની છે. વર્ષ 2017માં યુવતી ઈન્ટાગ્રામના માધ્યમથી બરેલીના એહમદ નફીસ નામના શખ્સના પરિચયમાં આવી હતી. યુવકે તેને દુબઈમાં પોતાની હોટલો હોવાની વાત કરી લોભામણી લાલચો આપી હતી. જોકે થોડા સમય પહેલા યુવકે યુવતીને પોતે બરેલી આવ્યો હોવાનું કહ્યું હતું. જેથી યુવતીએ પૈસા ન હોવાથી પોતાના માતા-પિતાના ભોજનમાં ઘેનની ટીકડી નાખી બેભાન કરી દીધા હતા. જે બાદ તે ઘરથી નાસી છુટી હતી.
હાલ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવાથી ખુબ સારા પરિણામ મળે છે પણ તેનો ખોટો ઉપયોગ કરવાથી કેવા પરિણામ આવે છે. તેવો એક કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે જેમાં એક યુવતી ઈન્સ્ટાગ્રામ મારફતે એક યુવકના પરિચયમાં આવેલ અને તે યુવકે તેને પોતાના જાળમાં ફસાવી પોતે દુબઈમાં હોટેલ ચલાવે છે અને યુવતીને ગેર માર્ગે દોરી તેના જ માતા-પિ ના ભોજનમાં ઘેનની ટીકડીઓ નાંખી યુવતી તેના માતા-પિતાના ડેબીટ તેમજ ક્રેડીટ કાર્ડ લઇ નાસી છુટી હતી.
જૂનાગઢના ભદ્ર સમાજની એક દીકરી ઈન્સટાગ્રામ મારફતે 2017-18 માં રાહત એહમદ નફીસ એહમદના કોન્ટેક્ટમાં આવી હતી અને અહીંથી વાતચીતનો સિલસિલો શરુ થયો. રાહત એહમદે યુવતીને પોતાને દુબઈમાં હોટેલો છે તેવી વાત કરી હતી. યુવતી ભોળપણમાં આવી ગઈ હતી. ત્યાર બાદ થોડા મહિના પહેલા યુવક રાહત એહમદે યુવતીને ફોન કરી જણાવ્યું હતું કે પોતે હવે બરેલી આવી ગયો છે અને તું પણ બરેલી આવી જા ત્યારે યુવતીએ કહેલ કે આવવું મુશ્કેલ છે ત્યારે યુવકે બરેલીથી કુરિયરમાં ઘેનના ટીકડા યુવતીને મોકલ્યા હતા.
6 ડીસેમ્બરના રોજ યુવતી પાસ ઘેનના ટીકડા આવ્યા હતા અને 7 ડીસેમ્બરના રોજ યુવતી પોતાના માતા-પિતાના ભોજનમાં ટીકડા નાખી તેમને બે ભાન કરી દીધેલ અને ડેબિટ તેમજ ક્રેડીટ કાર્ડ લઇ રાજકોટથી દિલ્હી ફ્લાઈટમાં જતી રહી હતી.
જોકે ભાનમાં આવ્યા બાદ માતા-પિતાને ખ્યાલ આવ્યો હતો કે અમારી સાથે આવો બનાવ બન્યો છે ત્યારે સી. ડીવીઝન અને ક્રાઈમ બ્રાંચ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બરેલીનું લોકેશન મળતા પોલીસ ત્યાં પહોચી હતી અને યુવક રાહત એહમદ નફીસ એહમદને યુવતી સાથે ઝડપી લીધી હતી. યુવતીએ કુલ 2.40 લાખનું ટ્રાજેક્શન કર્યું હતું. જોકે પોલીસે 1.71 લાખ રીકવર કર્યા છે. યુવતીના પિતાએ યુવતી સામે ફરિયાદ દાખલ કરી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.