Home /News /junagadh /Junagadh : અહીં યોજાય છે બેઠા ગરબા, માતાજીને લખવામાં આવે છે કંકોત્રી, જુઓ વીડિયો

Junagadh : અહીં યોજાય છે બેઠા ગરબા, માતાજીને લખવામાં આવે છે કંકોત્રી, જુઓ વીડિયો

જૂનાગઢનું

જૂનાગઢનું નવા નાગરવાડામાં માતાજીની જે જગ્યાએ આરાધના કરવામાં આવે છે સ્થળ

આજે પશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરણ કરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે આજના સમયમાં પ્રાચીન સંસ્કૃતિને લોકો ખૂબ યાદ કરી રહ્યા છે ત્યારે આ પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ અનેક સંસ્થાઓ દ્વારા હાથ ધરાયું છે.

  Ashish Parmar Junagadh : ધામધૂમપૂર્વક નવરાત્રીની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે પાર્ટી પ્લોટ ગરબાને પણ મંજૂરી મળતા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ગુજરાતમાં આજે પણ અનેક સ્થળોએ અર્વાચિન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પારંપરિક રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. આવા જ એક ગરબા જૂનાગઢમાં યોજાય છે. આરાશુર ગરબા મંડળ 71 વર્ષ થી નવરાત્રી દરમિયાન માતાજીના આવકારના ગરબા,થાળ ના ગરબા,આનંદ નો ગરબો, વિશ્વંભરી સ્તુતિ, ચંડી પાઠના તેર કવચના ગરબા ગવાય છે. આજના ટ્રેન્ડ પ્રમાણે વેલકમ નવરાત્રી નહીં પરંતુ નાગરવાડા આરાસુર ગરબા દ્વારા દુર્ગા માતાજીને કંકોત્રી લખવામાં આવે છે..

  નવરાત્રીના બે દિવસ પૂર્વે માતાજીના સ્વાગત ના ગરબા ગવાયું છે..


  જૂનાગઢના નાગરવાડામાં લગભગ 500 મીટર ની ત્રિજ્યા માં અલગ અલગ ઘરમાં 11 જેટલા માતાજીના સ્થાનક છે એવું કહેવાય છે કે દુર્ગા માતા ઘરમાં દિવાલમાં થાપા રૂપે અને મુખાકૃતિ રૂપે માતાજી પ્રગટ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે

  હાલમાં જુના નાગરવાડામાં 11 થી 12 જેટલા ઘરમાં માતાજી ના સ્થાનકો છે

  ખાસ કરીને નવરાત્રીમાં આ તમામ પરિવારોમાં માતાજીનું શ્રદ્ધા રૂપે પૂજન અર્ચન થાય છે .આસો સુદ એકમના રૂપે ઘટ સ્થાપન કરવામાં આવે છે .અને ત્યાર બાદ નવરાત્રીમાં રાત થી બેઠા ગરબા શરૂ કરવામાં આવે છે.બીજ માં દિવસે સવારે સ્થાનક માં કુંવારકા બટુક નું પૂજન થાય છે. ચંડી પાઠ થાય છે.અને અહીં સુધી માના દર્શને નથી આવી શકતા. તેના દર્શનાર્થે માતાજી નગરચર્યા માટે નીકળે છે જેને રવાડી કહેવામાં આવે છે.અને સાંજે આરતી થાય છે.

  કોઈપણ ઇલેક્ટ્રોનિક વાદ્ય વિના, માઈક વિના, આ બેઠા ગરબા થાય છે.

  ઝાંઝ ,પખાજ અને લોકો દ્વારા માના ગુણગાન ગાઈ આ બેઠા ગરબા કરી માતાજીની આરાધના કરવામાં આવે છે. 1951 થી અહી દુર્ગા માતાજીનું સ્થાનક છે.અહી પથુંભાઈ વૈદ્ય અને તનુમતીબેન વૈદ્ય નામે એક નાગર જ્ઞાતિનું નિ :સંતાન દંપતિ હતું .જેં ને પોતાનું સમગ્ર જીવન દુર્ગા માતાજીને અર્પણ કર્યું હતું અને એમની વિદાય ના વર્ષો પછી પણ દુર્ગા માતાજીના બેઠા ગરબા દ્વારા જેમાં વર્ષમાં આવતી ચાર નવરાત્રી ની વર્ષની દરેક વદ અને સુદ ચૌદશ ના દિવસે માતાજીની આરાધના , પૂજા અર્ચના કરવામાં આવે છે.જેમાં માતાજીના ભક્તિ ભાવના અલગ અલગ ગરબા અહીં ગાવામાં આવે છે.. નાગર સમાજની હાલની ચોથી પેઢી માતાજીના ગુણગાન ગાય છે.

  નવરાત્રી પહેલા માતાજીના સ્વાગત ના ગરબા અહીં ગાવામાં આવે છે અને માતાજીને ગરબા માટે નોતરું આપવામાં આવે છે કે માતાજી પધારો અમ આંગણે જે ને આવાહન ના ગરબા કહેવામાં આવે છે. જે ગરબા ગાઈ અને માને આમંત્રણ આપવામાં આવે છે.

  ચંડી પાઠના તેર કવચ ના ગરબા, નાગરી નજરાણું

  સમનવ્ય રીતે નવરાત્રિ દરમિયાન ચંડી પાઠ ના ગાન, પઠન કે અનુષ્ઠાન દ્વારા દુર્ગા શક્તિ ની ઉપાસના કરવામાં આવે છે..

  વર્ષો પહેલા આસો સુદનોમ ને શુભ દિને મૂળ માંગરોળ સ્થિત નાગરી જ્ઞાતિ ના સદગૃહસ્થ માઈ ભક્ત રણછોડ રાયજી એ આ સમગ્ર ચંડી પાઠ ના તેરકવચ ને ગુજરાતી ગરબા નું સ્વરૂપ આપ્યું જેને તેર કવચ ના ગરબા કહેવાય છે. અને પાંચ નવરાત્રિ માં, અને પ્રત્યેક અષ્ટમી, નોમ અને ચતુર્દશી એ તેનું પઠન કે ગાન કરવાથી સુખ, સંપત્તિ અને યશ ની પ્રાપ્તિ થાય છે અને સર્વ દુઃખો માંથી મુક્તિ મળે છે એવું માહાત્મ્ય બારમા કવચ માં ગવાયું છે. આ તમામ કવચ ના રાગ અલગ અલગ છે જે ગાવા અઘરા અને શ્રમજનક છે અને એ ગાન કરતા આખા શરીર માં ઊર્જા ખુબ જ વધી જવાથી શરીરનું ઉષ્ણતામાન ખુબ જ વધી જાય છે તેવો મારો સ્વાનુભવ છે.

  આ તમામ કવચ માં ક્રમશઃ મધુકૈતભ, મહિષાસુર, ચિક્ષુર, શુંભ, નિશુંભ, ચંડ, મુંડ, ધુમ્રલોચન, રક્તબીજ વગેરે તમામ અસુરોના શક્તિ ને હાથે વધ નો ઈતિહાસ વર્ણવેલ છે. જેનું પઠન કે શ્રવણ કરવાથી તથા નવરાત્રિ નું વ્રત કરવાથી જન્મ મૃત્યુ ના ચક્કર માંથી મુક્તિ પામિ જવાય છે અને જીવનમાં કોઈ પણ સંકટ સમયે માં ને યાદ કરવાથી અભય મળે છે તેવું સાક્ષાત માં સ્વયમ અહીં વરદાન આપે છે.

  આજે પણ નાગરવાડા માં નવરાત્રિ કે કોઈ પણ શુભ પ્રસંગ માતાજીના ગુણાનુવાદ ના ગાન દ્વારા તેની આરાધના કરવામાં આવે છે જે ખાસ કરીને નાગરી જ્ઞાતિ ની ઍક સચવાયેલી પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કાર ની આગવી ધરોહર છે જે તેને સુખી અને જીવંત રાખે છે.
  First published:

  Tags: Navratri, Navratri 2022, જૂનાગઢ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन