ભીમસિંહ ભાઈ સુરતથી જ્યારે બી લાવ્યા ત્યારે તેમણે આ વનસ્પતિ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને તેમને ખ્યાલ પડ્યો કે, આ વનસ્પતિની જાત મૂળ આફ્રિકાના મલાલી શહેરની છે. મુખ્યત્વે નિગ્રો જાતિના લોકો તીખું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને તે લોકો માને છે કે, સ્વાસ્થ્ય માટે તીખું ખૂબ જ જરૂરી છે. જવલ્લે જોવા મળતી મરચાની આ જાતની ખેતી કરી ભીમશીભાઈ આજે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
જુનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના ભીમશીભાઈ છેલ્લા ઘણા વર્ષોથી લુપ્ત થયેલી વનસ્પતિઓની ખેતીનું કામ કરી રહ્યા છે. આ વાવેતરમાં તેમણે બ્લેક ચિલ્લીનું વાવેતર શરૂ કર્યું હતું, જેમાં તે સુરતથી તેમને આ વનસ્પતિના બીજ મળ્યા હતા અને વાવેતર કર્યા બાદ આજે સારું એવો મરચાનો ઉતારો તેમને મળી રહ્યો છે.
આફ્રિકાનું મલાલી આ વનસ્પતિનું જન્મસ્થળ
ભીમસિંહ ભાઈ સુરતથી જ્યારે બી લાવ્યા ત્યારે તેમણે આ વનસ્પતિ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને તેમને ખ્યાલ પડ્યો કે, આ વનસ્પતિની જાત મૂળ આફ્રિકાના મલાલી શહેરની છે. મુખ્યત્વે નિગ્રો જાતિના લોકો તીખું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે અને તે લોકો માને છે કે, સ્વાસ્થ્ય માટે તીખું ખૂબ જ જરૂરી છે. જવલ્લે જોવા મળતી મરચાની આ જાતની ખેતી કરી ભીમશીભાઈ આજે સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
આ વનસ્પતિની શું ખાસિયત
આ છોડની મુખ્ય ખાસિયત એ છે કે, આ છોડમાં 7 થી 8ના ઝૂમખાં માં મરચાં આવે છે. સામાન્ય રીતે મરચાંના છોડમાં જુમખા નીચેના ભાગે લટકતા જોવા મળતા હોય છે. આ છોડમાં ઉપરની બાજુ મરચાં ઉગે છે, જ્યારે મરચાને ચૂંટવામાં આવે છે. આ મરચાની ડાળખી વનસ્પતિ સાથે જ ચોંટેલી રહે છે, ફક્ત મરચું જ અલગ થાય છે. આ મરચાનો જ્યારે ઉગાવો થાય છે, ત્યારે આ મરચા પહેલા લાલ કલરના હોય છે. ત્યારબાદ તડકા બાદ કાળો કલર ધારણ કરે છે. આ મરચીને વધારે પ્રમાણમાં પાણીની કોઈ જરૂરિયાત રહેતી નથી. સામાન્ય રીતે પાણી આપતા યોગ્ય ઉગાવો થઈ શકે છે.
આ મરચાનો આટલી જગ્યાએ ઉપયોગ
આ મરચાંની ચટણી, બંગાળી દાળ , દાળ શાકમાં વઘારમાં ઉપયોગ કરવામાં આવે છે, આ મરચાંનો ઉપયોગ રસોઈમાં પણ સ્વાદની દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવે છે.
ચોમાસામાં વિકાસ વધે
આ વનસ્પતિનું ઝાડ ચોમાસામાં વિકાસ વધે છે, તેને ચોમાસામાં પાણીની પૂર્તતા થતાં બેથી અઢી ઇંચનું મરચું થાય છે અને ઉતારો પણ ખૂબ જ વધી જાય છે.