Home /News /junagadh /Junagadh: કેશોદના ટીટોડીના ભરતભાઈ લુપ્ત થતા બીજની ચલાવે બીજ બેંક; જાણો કેટલા બીજ છે

Junagadh: કેશોદના ટીટોડીના ભરતભાઈ લુપ્ત થતા બીજની ચલાવે બીજ બેંક; જાણો કેટલા બીજ છે

X
બીજબેંક

બીજબેંક ચલાવતું દંપતી

કેશોદના ટીટોડો ગામના ભરતભાઈ લુપ્ત થતા બીજની માવજત કરી રહ્યા છે. તેમજ 26 રાજ્યમાં ફરી 350 થી વધુ શાકભાજી સહિતની વનસ્પતિના બીજ એકત્ર કર્યા છે અને તેનું વાવેતર કર્યું છે. ખેડૂતોને બીજ આપે છે. લાખો રૂપિયાની કમાણી કરે છે.

Ashish Parmar, Junagadh: વર્તમાન સમયમાં વનસ્પતિની અનેક જાત લુપ્ત થઈ રહી છે. હજુ અનેક વનસ્પતિ લુપ્ત થવાના આરે છે. કેશોદના ટીટોડી ગામના ભરતભાઈ લુપ્ત થતી ઔષધી વનસ્પતિ અને વૃક્ષોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખી ભરતભાઈ અને તેમના પત્ની નીતાબેન આ બીજબેંક ચલાવી રહ્યા છે. જ્યારે બીજબેંક શરૂ કરી ત્યારે ભરતભાઈના પત્ની ખચકાટ અનુભવતા હતા. પરંતુ આજે આ દંપતી લાકોની કમાણી કરી રહ્યા છે.

26 રાજ્યમાં પરિભ્રમણ કરી 350 થી વધુ દેશી બીજ એકત્ર કર્યા

ભરતભાઈએ જણાવ્યું હતું કે,આજે જે તે કૃષિ પેદાશના દેશી બીજ લુપ્ત થવાના આરે છે. ત્યારે મને થયું કે આ પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ, એટલે 26 રાજ્યનો પ્રવાસ કર્યો. આ બાદ મેં બે ફાર્મ ભાડે રાખ્યા છે.



તેમાં શાકભાજી, ફૂલછોડ અને ઔષધીય પાકોના દેશી બીજનું વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું છે. બહારના રાજ્યોનો પ્રવાસ કરી દેશી બીજની સંસ્કૃતિ અને પ્રકૃતિનો અભ્યાસ કર્યા છે,અમૂલ્ય વારસાનું સંવર્ધન કઈ રીતે થઈ શકે તેની જાણકારી મેળવી છે.



ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે

ભરતભાઈ દેશી બીજનું ઉત્પાદન મેળવે છે, તેનું ખેડૂતોને રૂબરૂ મળીને વેચાણ કરે છે. હાલમાં દેશી બીજની 350 કરતાં વધુ વેરાયટી ઉપલબ્ધ છે. ખેડૂતોને આ વેરાયટીનો લાભ મળે તે પ્રકારે માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવી છે. આ દેશી બીજના ગ્રેડિંગ પેકેજીંગના કારણે સારા ભાવ મળે છે.



ખેડૂતોને બીજ આપી ઉત્પાદન કરાવે છે અને વાવેતર થયા બાદ ફરી પાછું તેજ બીજ ખેડૂતો પાસેથી લઈ લે છે. ભરતભાઈ જણાવ્યું હતું કે, આ બીજ બેંક જ્યારે મેં ચાલુ કરી ત્યારે મારા પત્ની ખચકાટ અનુભવતા હતા. હવે છેલ્લા ચારેક વર્ષથી ખભેથી ખભો મિલાવીને આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.

અહી કરો સંપર્ક

જો તમે પણ કોઈ પણ પ્રકારના બીજની ખરીદી કરવા ઇચ્છતા હોય અને તમને જો કોઈ વનસ્પતિનું બીજ નથી મળી રહ્યું, તો તમે પણ અહી ભરતભાઈને સંપર્ક સાધી શકો છો. ભરતભાઈના સંપર્ક નંબર 94264 43311 છે.



જો તમારી પાસે પણ છે જૂનાગઢ જિલ્લાની આવી કોઈ જાણકારી કે જેને તમે અમારા સુધી પહોચાડવા માંગો છો તો તમે અમારો સંપર્ક અહી સાધી શકો છો : આશિષ પરમાર -70483 67314 mail : ashish.parmar@news18.in
First published:

Tags: Couple, Junagadh news, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો