જૂનાગઢ ચોક્સી બજારમાં સોનીની દુકાનમાં કામ કરતા કારીગરે જ દુકાનમાં ચોરી કરી છે. અહીંથી 6 લાખના 129 ગ્રામ સોનાની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
Ashish Parmar, Junagadh: કારીગર પોતાની કળા નો ઉપયોગ સારી જગ્યાએ કરે તો એ કલા કારગત નીવડી શકે છે.પણ અહી કઈક ઉલટું થયું છે. જૂનાગઢના ચોકસી બજારમાં સોનુ બનાવતી પેઢીમાં કામ કરતાં કારીગરે જ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કેવી ચપડતાથી કારીગરે દુકાનની અંદર પ્રવેશ કરીને ચોરી કરી અને ત્યારબાદ આરામથી બહાર પણ નીકળી ગયો હતો.
અહી જ કામ કરતો હોય દરેક બાબતથી વાકેફ
કારીગર આજ દુકાનમાં કામ કરતો હોય દરેક બાબતથી વાકેફ હતો. સીસીટીવી કેમેરા લાઈટ બંધ કરવાથી બંધ થઈ જશે, તે વાત તે જાણ તો હતો. સૌથી પહેલા શટર ઊંચું કર્યું હતું. ત્યારબાદ પ્રવેશ કર્યો હતો. પ્રથમ વખત સીસીટીવી બંધ કરવા માટેના જ પ્રયાસ કર્યો. સરળતાથી ચોરી કરી શટર બંધ કરી અને ત્યાંથી નાસી ગયો હતો. છતાં પણ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
6 લાખના 129 ગ્રામ સોનાની ચોરી
હાલ તો પેઢીના માલિકે અહીં કામ કરતા કર્મચારી વિરુદ્ધ 129 ગ્રામ સોનાના ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેની હાલમાં બજાર કિંમત 6 લાખ રૂપિયા થાય છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.