ભેંસાણનાં ખેડૂતે જીરૂનાં પાકનું વાવેતર કર્યું છે. 17 વીધામાં જીરૂનાં પાકનું વાવેતર કર્યું છે. તેમજ ચાલુ વર્ષે જીરૂનાં ભાવ સારા મળી રહ્યાં છે.તેમજ વાતાવરણ અનુકુળ હોવાનાં કારણે સારૂં ઉત્પાદન થવાની આશા ખેડૂત સેવી રહ્યાં છે.
Ashish Parmar, Junagadh: જીરૂનો પાક ખેડૂતો માટે હાલમાં કાચું સોનુ સાબિત થઈ રહ્યો છે. હાલમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના પાકનું સારું વળતર પણ મળી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ભેંસાણ તાલુકાના ખેડૂત દ્વારા જીરૂના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. કમલેશભાઈ ભેસાણીયા દ્વારા 17 વીઘામાં જીરૂના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, આ વર્ષે જીરૂના પાકનું વળતર ખૂબ જ સારું મળી રહ્યું છે. મારે પણ ખૂબ સારો ઉગાવો રહ્યો છે, જેથી વળતર સારું રહેશે, તેવું હાલમાં અંદાજ છે.
હાલમાં 7000 સુધી બોલાઈ રહ્યો છે ભાવ
હાલમાં ખેડૂતોને મણદીઠ 7000 સુધીનું વળતર જીરૂમાંથી મળી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં પાકની આવક વધશે. ભાવ ઘટશે. પૂરતું અને સંતોષકારક વળતર મળી રહેશે.
10 મણથી વધુનું થશે ઉત્પાદન
હાલમાં 17 વિઘાના વાવેતરમાં કમલેશભાઈને 10 મણથી વધુનું ઉત્પાદન મળી રહેશે. કમલેશભાઈ દ્વારા નવેમ્બર મહિનામાં પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છે. ત્યારે 15 દિવસ બાદ પાકને ખેતરમાંથી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બાદ તેમને ઓપન માર્કેટમાં વેચવાનું નક્કી કર્યું છે.
આ વખતે હવામાન પણ રહ્યું અનુકૂળ
કમલેશભાઈ ભેંસાણીયાએ જણાવ્યું હતું કે, જરૂ પાકનું વાવેતર મોટાભાગે ખેડૂતો જલ્દીથી કરતા નથી. કારણ કે, પાકમાં નુકસાની પણ ક્યારેક વેઠવાનો વારો આવે છે. ત્યારે આ વખતે મે 17 વિઘામાં જીરૂનું વાવેતર કર્યું છે અને આ વખતે ઉત્પાદન પણ સારું રહ્યું છે.
પાકમાં ઉગાવો પણ સારો છે. જેથી મને વળતર પણ સારું મળશે તેવો વિશ્વાસ છે. હાલમાં જે પ્રકારે 7000 સુધીના ભાવ મળી રહ્યા છે, ત્યારે આ ભાવ યથાવત રહેશે. મને મારા પાકનું વળતર મળી રહેશે.
એક વીઘામાં 10,000 નો ખર્ચો
જીરૂના પાકના વાવેતર સમયે દવા, બિયારણ તથા પાકના નિભાવ ખર્ચમાં એક વીઘાનો અંદાજિત 10,000 જેવો ખર્ચો થઈ રહ્યો છે. કુલ 17 વીઘામાં 1.5 લાખથી વધુનો ખર્ચ હાલમાં કમલેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં તેમને પાકનું વળતર સારું મળશે. આ ખર્ચો પણ વસૂલ થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર