Home /News /junagadh /junagadh : દત્તથી દ્વારકાધીશ સુધીની 225 કિમીની સાયકલોથોન, આ યાત્રાનો હેતુ ઉમદા

junagadh : દત્તથી દ્વારકાધીશ સુધીની 225 કિમીની સાયકલોથોન, આ યાત્રાનો હેતુ ઉમદા

જૂનાગઢ વોકિંગ ક્લબ દ્વારા દ્વારકા સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.17મીએ સવારે યાત્રાનો પ્રારંભ થશે. 225 કિમી યાત્રામાં 90 લોકો જોડાશે અને રસ્તામાં લોકોને ધાબળા,અડદિયાનું વિતરણ કરવામાં આવશે.

જૂનાગઢ વોકિંગ ક્લબ દ્વારા દ્વારકા સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.17મીએ સવારે યાત્રાનો પ્રારંભ થશે. 225 કિમી યાત્રામાં 90 લોકો જોડાશે અને રસ્તામાં લોકોને ધાબળા,અડદિયાનું વિતરણ કરવામાં આવશે.

Ashish parmar,junagadh : જૂનાગઢ વોકિંગ ક્લબ દ્વારા સેવા પરમો ધર્મના ઉમદા હેતુથી આયોજિત ગરવા ગિરનારી ભૂમિ જૂનાગઢ થી કાળીયા ઠાકોરના નિવાસ દ્વારિકા સુધીની સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રાનો પ્રારંભ તા.17 ડિસેમ્બરના વહેલી સવારે 4:45 કલાકે અક્ષર મંદિર,ટીંબાવાડી રોડ ખાતેથી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના કરાવશે. આ તકે  જૂનાગઢ વોકિંગ ક્લબના ડો. કે. પી. ગઢવી,  ડો. રક્ષિત પીપલીયા, દિનેશભાઇ કપૂપરા, સફીભાઈ દલાલ સહિતના હાજર રહશે.

225 કિમી યાત્રામાં 90 લોકો જોડાયા 



ચાલુ વર્ષે 100 જેટલાં લોકોએ રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 90 જેટલાં લોકો જોડાવાના છે. જૂનાગઢના અત્યાર સુધીના ઇતિહાસમા લગભગ 225 કિલોમીટર જેટલી મોટી સાયકલ યાત્રામાં આટલી મોટી સંખ્યામા લોકો કદાચ પહેલી વાર જોડાતા હશે.

વોકિંગ ક્લબનો મુખ્ય હેતુ જાણો 



સાયકલોથોનનો મુખ્ય હેતુ શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ જરૂરતમંદ લોકોને મદદરૂપ થવાનો છે. શિયાળાની ઠંડી ઋતુનો સામનો કરવા માટે જરૂરિયાતવાળા લોકોને ધાબળા,ખાવા માટે અડદિયાનું વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ અને દ્વારકા સુધીના સમગ્ર રુટ દરમિયાન  વિતરણ ચાલુ રહેશે.

ગત વર્ષે જૂનાગઢ થી સોમનાથ યાત્રા નીકળી હતી 

 વોકિંગ ક્લબ દ્વારા ગત વર્ષે પણ  સાયકલ યાત્રાનું આયોજન જૂનાગઢ થી સોમનાથ સુધી કરવામાં આવ્યુ હતું. જેમાં 45 જેટલાં લોકોએ ભાગ લીધેલ હતો. સમગ્ર વર્ષ દરમિયાન વોકિંગ ક્લબ દ્વારા શારીરિક ફિટનેસ, પ્રયાવરણ બચાવો, શક્ય તેટલું ઓછું પ્રદુષણ વગેરે જેવા મુદ્દાઓ ધ્યાનમા લઇ  યાત્રાનું આયોજન કરવામાં આવે છે .
First published:

Tags: Bicycle, Dwarka, Junagadha, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો